સુરતમાં અગાઉ કિન્નરોના કારણે એક યુવાનનો ભોગ લેવાયો હતો, ત્યાર બાદ હવે કિન્નરોની અંદરની લડાઈને કારણે ગેંગવોરના અણસાર જોવા મળી રહ્યા છે. કિન્નર એવા સીમરણ અને મૌલિ દ્વારા સમાજને બદનામ કરી તંત્ર પોતે ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ બન્ને કિન્નરો નશીલા પદાર્થનું સેવન કરી પોતાનો જ હાથ ઇરજાગ્રસ્ત કરી અન્ય કિન્નરને પોલીસ મથકે લઇ જવાની ધમકી આપવામાં આવી રહી છે તથા બહારથી અન્ય ગુંડા તત્વોને બોલાવી રોફ બતાવી ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંગે કિન્નર સમાજે અગાઉ ચોક બજાર અને લાલગેટ પોલીસ મથકમાં અરજી કરી હતી.
જો કે, પોલીસે આ અંગે કોઈ પગલાં લીધા ન હતા, જેથી આજે કિન્નર સમાજ ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.આ બનાવમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.