આ વર્ષે ધનતેરસ પર લોકો ગાંધીગીરી કરી રહ્યા છે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ લોકો ધનતેરસ પર એક ખાસ ચાંદીની નોટો ખરીદી રહ્યા છે. આ નોટ ઉપર એક બાજુ માતા લક્ષ્મી તો બીજી બાજુ ગણેશજીની છબી જોવા મળે છે, ત્યારે નોટ પર મહાત્મા ગાંધીની તસવીર પણ અંકિત કરવામાં આવી છે. ધનતેરસ પર લોકો આ ખાસ નોટ ખરીદી રહ્યા છે. જેની કિંમત પણ ખૂબ જ ઓછી છે ચાંદીની આ નોટો લોકોને ગાંધીગીરી કરવાની તક આપી રહી છે. લોકો આ નોટોની પૂજા ઘરમાં ધનતેરસના દિવસે કરી રહ્યા છે. આ નોટના કારણે લોકો પણ ખૂબ જ ખુશ છે કે, હવે ગણપતિ અને લક્ષ્મીજીની સાથે તેઓ દેશને આઝાદી અપાવનાર મહાપુરુષ મહાત્મા ગાંધીની પૂજા કરી રહ્યા છે.
સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે આ વખતે ધનતેરસ પર માત્ર શુકન માટે ખરીદી કરી રહ્યા છે. સોનાના ભાવ વધતા આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા કરતા ઓછી ખરીદી લોકો દ્વારા થઈ છે. જેથી લોકોને આકર્ષવા અને સાથોસાથ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં આ ખાસ નોટો જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. શુકનના હિસાબે આ સસ્તી અને સારી પણ છે. મંદીના કારણે બજારમાં ખરીદીની રોનક ઓછી થઈ છે, પરંતુ લોકો આ નોટના માધ્યમથી ધનતેરસ પર ગણેશ અને લક્ષ્મીજીની સાથે મહાત્મા ગાંધીની પૂજા કરી રહ્યા છે.