સુરત: ચીનથી શરૂ થયેલી કોરોનાની મહામારી ભારતમાં વધી રહી છે. કોરોના વાઇરસની મહામારીના પગલે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ 22 માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રાખવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનમાં પ્રતિદિવસ આશરે 2થી 2.5 લાખ જેટલા મુસાફરોનો ધસારો રહે છે. ત્યારે એક દિવસ માટે ટ્રેન સેવા બંધ રહેવાના કારણે અઢી લાખ જેટલા મુસાફરો પર તેની અસર રહેશે.
સુરતથી પ્રતિ દિવસ 300 જેટલી ટ્રેનો અપ અને ડાઉન કરે છે, ત્યારે રેલવે વિભાગ દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, 22 માર્ચના રોજ રાત્રીના 10 વાગ્યા બાદ ફરી ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ જશે.