સુરત: કામરેજના લક્ષ્મીનારાયણ પાસે મંદિર રહેતા ગીરીશભાઇ મોહનભાઇ મોદી (ઉ.વ.62)ના પત્ની ઉર્મીલાબેન (ઉ.60) સાથે દસ દિવસ પુર્વે 16 દિવસ માટે અમરનાથ ભોલેનાથનાં દર્શને સુરતથી ટૂર ટ્રાવેલ્સમાં અન્ય સાથીઓ સાથે જોડાઇને ગયા હતા. ત્યારે શનિવારે મોડી સાંજે હોટલ પર પરત ફરી રહ્યા હતા. ત્યારે ઉર્મીલાબેનનાં પગે દુઃખાવો થતા જેઓ ઘોડા ઉપર બેસી આગળ વધી રહ્યા હતા. જ્યારે જેમનાં પતિ ગીરીશભાઇ પગપાળા ચાલી રહ્યા હતા તેમજ દર્શન કરી પરત ફરતી વેળા બાલતાલ નજીકનાં વિસ્તારમાં અચાનક પહાડ ઉપરથી ભુસ્ખલન શરૂ થયું હતું. મોટા પથ્થરો અમરનાથ યાત્રીઓ ઉપર પડવાના શરૂ થતા યાત્રીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
"ત્યારે 17 જુલાઇની રાત્રે મૃતદેહને પ્લેન મારફતે અમદાવાદ સુધી લાવવામાં આવ્યો હતો જ્યાંથી એમ્બ્યુલન્સ મારફતે કામરેજ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે બનેલી ઘટનાને લઈને મૃતક ઊર્મિલા બેનના પતી ગીરીશ ભાઈએ જણાવ્યું હતું કે અમે ગયા ત્યારે પહેલા દિવસે યાત્રા બંધ હતી અને બીજા દિવસે યાત્રા શરૂ થઈ હતી. અમે દર્શન કરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી પથ્થર પડ્યો અને માથામાં વાગ્યો હતો.ગંભીર ઇજાના કારણે મારી પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ત્યાં હાજર આર્મીના જવાનોનો ખૂબ સારો સાથ સહકાર અમને મળ્યો હતો"-- ગીરીશ ભાઈ (મૃતક મહિલાના પતિ)
વર્ષોથી સ્થાયી: આ ઘટનામાં ઘોડા પર સવાર ઉર્મીલાબેનનાં માથા ઉપર પથ્થરો પડતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. ઘોડો પણ નીચે ફસડાઇ પડ્યો હતો. ગંભીર ઈજાના કારણે ઉર્મીલાબેનનું બનાવનાં સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગીરીશભાઇ ઉર્મીલાબેનથી આગળ ચાલી રહ્યા હતા. જેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના અંગે ટૂર ટ્રાવેલ્સમાં સાથે ગયેલા લોકોએ કામરેજ જાણ કરતા પરીવારજનોમાં શોક છવાઈ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી દંપતિ ઉર્મીલાબેન અને ગીરીશભાઇ અમેરિકાનાં ટેનેસી ખાતે પોતાનાં દિકરા-દિકરીને ત્યાં પરીવાર સાથે વર્ષોથી સ્થાયી થયા છે. તાજેતરમાં દોઢ મહિના પુર્વે જ ગીરીશભાઇ પત્ની ઉર્મીલાબેન સાથે વતન કામરેજ આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ માંડવીનાં ધારાસભ્ય કુંવરજી હળપતિને થતા જેમણે ગાંધીનગર કુંવરજી હળપતિએ સીએમઓ હાઉસ જાણ કરી મુખ્યમંત્રી કાર્યાલય સાથે વાતચીત કર્યા બાદ ઉત્તરાખંડનાં સીએમનું ધ્યાન દોર્યુ હતું.