ETV Bharat / state

એક વિવાહ ઐસા ભી, NRI પરિવારે દીકરીના લગ્નપ્રસંગે સેવાપ્રવૃત્તિઓનો ઉજાશ પાથર્યો - સેવાપ્રવૃત્તિઓનો ઉજાશ

બારડોલીના NRI પરિવારે દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા (NRI family Charity on Marriage Occasion in Bardoli )સાથે સમાજ માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારે ગામના ગરીબ અને જરૂરતમંદ પરિવારોને સહાય કરવાની સાથે સાથે 40 ઘરમાંના કપાઇ ગયેલા વીજજોડાણ ફરી શરૂ કરાવી (Power Connection Made in 40 Houses) ઘરોમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક વિવાહ ઐસા ભી, NRI પરિવારે દીકરીના લગ્નપ્રસંગે સેવાપ્રવૃત્તિઓનો ઉજાશ પાથર્યો

author img

By

Published : Dec 20, 2022, 5:41 PM IST

40 ઘરમાંના કપાઇ ગયેલા વીજજોડાણ ફરી શરૂ કરાવવા સાથે અનેક સેવાપ્રવૃતિઓ કરી

બારડોલી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ લુંભા ગામે એક એનઆરઆઈ પરિવારે દીકરીના લગ્ન નિમિત્તે (NRI family Charity on Marriage Occasion in Bardoli )અનોખો સેવા યજ્ઞ કર્યો હતો. વીજ કનેક્શન કપાઇ ગયા હોય એવા 40 પરિવારોના ઘરનું અંધારું દૂર કરી (Power Connection Made in 40 Houses)એનઆરઆઇ પરિવારે ઉજાશ પાથરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ગામના જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો રાજપીપળાના NRI રહીશની વતનમાં બાળાઓ સાથે Gaurivrat ની અનોખી ઉજવણી

લગ્નપ્રસંગને યાદગાર બનાવવા સેવાકીય પ્રવૃત્તિ કરી કોરોનાકાળ બાદ આ વર્ષે મોટી સંખ્યામાં એનઆરઆઈ બારડોલી પંથકમાં ઉતરી આવ્યા છે. એનઆરઆઇ આવતા જ વિસ્તારમાં દાનની સાથે સાથે સેવાકીય કાર્યો કરી વતનનું ઋણ અદા કરતાં હોય છે. હાલ એનઆરઆઈની લગ્નની સિઝન (NRI Marriage Season )ચાલી રહી છે. બારડોલી તાલુકાના ધામડોદ લુંભા ગામના વતની અને વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયેલા નરેશભાઈ કાંતિલાલ પટેલ અને તેમનો પરિવાર દીકરીના લગ્ન માટે માદરે વતન આવ્યા છે. છેલ્લા 30 વર્ષથી આ નરેશભાઈ પટેલ વિદેશમાં સ્થાયી થયા છે. દીકરીના લગ્ન યાદગાર બની રહે તે માટે આ પટેલ પરિવારે સેવા પ્રવૃત્તિ (NRI family Charity on Marriage Occasion in Bardoli )કરવાનો વિચાર કર્યો હતો. ગામના જરૂરિયાતમંદ લોકોને આવશ્યકચીજ વસ્તુઓનું વિતરણ ઉપરાંત આંખની તપાસ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો જાણો એશિયાના સૌથી ધનિક ગામ કચ્છના માધાપર વિશે

29મીએ જયપુરમાં યોજાશે લગ્ન આગામી 29મી ડિસેમ્બરના રોજ નરેશભાઇ દીકરીના લગ્નનું જયપુર ખાતે આયોજન પણ કરાયું છે. લગ્ન પૂર્વે સોમવારના રોજ રક્તદાન તેમજ મેડિકલ કેમ્પ સહિત સમગ્ર પરિવારે (NRI family Charity on Marriage Occasion in Bardoli )આજે ગામની પ્રાથમિક શાળા ખાતે હાજર રહીને પોતાના ગામના હળપતિ તેમજ ગરીબ પરિવારોને ચપ્પલ, ધાબળા, સાડી, કપડાં સહિત આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ શ્રમજીવી પરિવારો માટે આંખ તપાસ શિબિર, આરોગ્ય ચકાસણી શિબિર તેમજ રક્તદાન શિબિરનું આયોજન (Health Check Up Camp) કરવામાં આવ્યું હતું.

40 પરિવારોને પુનઃ વીજ જોડાણ અપાવ્યું વીજ બિલ ન ભરી શકવાને કારણે કનેક્શન કપાઇ જવાથી 40 ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો. આ અંધારપટ દૂર કરવા માટે NRI પરિવારે તમામ ખર્ચ ઉઠાવી વીજ જોડાણ પુનઃ સ્થાપિત (Power Connection Made in 40 Houses) કરી 40 પરિવારોમાં ઉજાશ પાથરવાનું મહત્વપૂર્ણ કામ (NRI family Charity on Marriage Occasion in Bardoli )કર્યું હતું. એટલું જ નહીં ભવિષ્યમાં આ ઘરોનું વીજ જોડાણ કપાય ન જાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું નરેશભાઇ પટેલે જણાવ્યુ હતું. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારી દીકરીનો લગ્ન પ્રસંગ યાદગાર બની રહે તે માટે અમે આ સેવા પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું. ગ્રામજનોના સહયોગથી તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા કુટુંબ, ફળિયું અને પછી ગામમાં સેવા કરી લોકોને સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગામ સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.