ETV Bharat / state

સરકારની યોજનાને સાચા અર્થમાં સાકાર કરતો ઓલપાડનો ખેડૂત, 9 હજાર રોપાનું વાવેતર - SUR

સુરત: ગુજરાત સરકારે વૃક્ષોનું પ્રમાણ વધારવા અને રાજ્યમાં ખેડૂતોની ખેતીની જમીનમાં વૃક્ષ વાવેતર કરવા વૃક્ષખેતીની યોજના અમલમાં મૂકી છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓમાં પર્યાવરણ સંરક્ષણની આ 'વૃક્ષ ખેતી યોજના' પણ સામેલ છે. ત્યારે ઓલપાડના આ ખેડૂતે 9 હજાર રોપાનું વાવેતર કરી કુષિક્ષેત્રે નવી દિશા ચિંધી છે.

નિલગીરી વૃક્ષ
author img

By

Published : Jul 25, 2019, 2:44 PM IST

લીલાછમ્મ વૃક્ષોએ ધરતીનો શણગાર છે. આપણા જીવનમાં ડગલેને પગલે વૃક્ષોનું આગવું મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે કોઈ વિકલ્પ હોય તો તે વૃક્ષો છે. વિરલ કહે છે કે, નીલગીરીની ખેતીમાં ઓછી મહેનતે ત્રણથી ચાર વર્ષમાં સારી આવક મેળવી શકાય છે. મે 2017-18ના વર્ષમાં નવ વિઘા જમીનમાં 9 હજાર રોપાઓનું વાવેતર કર્યું હતું. નીલગીરીના રોપાદીઠ રૂ.5ના ભાવે નર્સરીમાંથી નવ હજાર રોપાઓની ખરીદી કરી હતી.

સુરત
ઓલપાડમાં ‘વૃક્ષખેતી યોજના’ ના કારણે આ ખેડુતની બદલાઈ જિંદગી....

જેમાં રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ ખેતી યોજના અન્વયે પ્રથમ વર્ષે રોપાદીઠ રૂ. 8ના ભાવે રૂ. 72 હજારની સહાય તથા બીજા વર્ષે રૂ. 4ના ભાવે 36000ની સહાય મળી છે. વિરલભાઈની નીલગીરીના વાવેતરના બે વર્ષ થયા છે. હજુ એક વર્ષ બાદ નીલગીરીનું વેચાણ કરીને તેઓ સારી એવી આવક મેળવી શકશે. વિરલભાઈ કહે છે કે, નીલગીરીમાંથી વીઘાદીઠ અંદાજે 30 ટનથી વધુનું ઉત્પાદન થશે.

જેથી 9 વિઘા દીઠ ૨૭૦થી વધુ ટન નીલગીરીના લાકડાનું ઉત્પાદન થશે. વર્તમાન ભાવ જોઈએ તો, એક ટનનો ભાવ ગુણવત્તાના આધારે રૂ. 2500 થી 3300નો રહે છે. જેથી એક થી દોઢ વર્ષ બાદ નીલગીરીના લાકડામાંથી આઠ લાખથી વધુના ઉત્પાદનનો અંદાજ વિરલભાઈ પટેલે વ્યકત કર્યો હતો.

સુરત
ઓલપાડમાં ‘વૃક્ષખેતી યોજના’ ના કારણે આ ખેડૂતની બદલાઈ જિંદગી....

નોંધનીય છે કે, નાના અને સીમાંત ખેડૂતો પોતાના ખેતરના શેઢા ઉપર નીલગીરીના વૃક્ષો વાવીને વધારાની આવક મેળવી શકે છે. આ પ્રકારના વૃક્ષો વાવવાથી ખેતીના પાકને નુકસાન કરતા સીધા પવનથી બચાવી શકાય છે. નીલગીરીના વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે, અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.

Intro:સુરત : લીલાછમ્મ વૃક્ષોએ ધરતીનો શણગાર છે. આપણા જીવનમાં ડગલેને પગલે વૃક્ષોનું આગવું મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે કોઈ વિકલ્પ હોય તો તે વૃક્ષો છે. ગુજરાત સરકાર દ્વારા ધરતી ઉપર વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે રાજ્યના ખેડુતો માટે ખેતીની જમીનમાં વૃક્ષ વાવેતર કરવા માટે વૃક્ષખેતીની યોજના અમલમાં મૂકી છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓમાં પર્યાવરણ સંરક્ષણની આ 'વૃક્ષ ખેતી યોજના' પણ સામેલ છે. ઓલપાડ તાલુકાના અટોદરા ખાતે આવેલી હાઈટેક નર્સરીમાંથી વૃક્ષ ખેતી યોજના અંતર્ગત ઓલપાડના સાંધિયેર ગામના વિરલ બળવં પટેલને નવ હજાર નીલગીરીના રોપાઓ આપવામાં આવ્યા હતા.

Body:વિરલ કહે છે કે, નીલગીરીની ખેતીમાં ઓછી મહેનતે ત્રણથી ચાર વર્ષમાં સારી આવક મેળવી શકાય છે. મે 2017-18ના વર્ષમાં નવ વિઘા જમીનમાં નવ હજાર રોપાઓનું વાવેતર કર્યું હતું. નીલગીરીના રોપાદીઠ રૂા.પાંચના ભાવે નર્સરીમાંથી નવ હજાર રોપાઓની ખરીદી કરી હતી.

જેમાં રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ ખેતી યોજના અન્વયે પ્રથમ વર્ષે રોપાદીઠ રૂા.આઠના ભાવે રૂા.72 હજારની સહાય તથા બીજા વર્ષે રૂ.ચારના ભાવે 36000ની સહાય મળી છે. વિરલભાઈની નીલગીરીના વાવેતરના બે વર્ષ થયા છે. હજુ એક વર્ષ બાદ નીલગીરીનું વેચાણ કરીને તેઓ સારી એવી આવક મેળવી શકશે. વિરલભાઈ કહે છે કે, નીલગીરીમાંથી વીઘાદીઠ અંદાજે 30 ટનથી વધુનું ઉત્પાદન થશે. જેથી નવ વિઘા દીઠ ૨૭૦થી વધુ ટન નીલગીરીના લાકડાનું ઉત્પાદન થશે. વર્તમાન ભાવ જોઈએ તો, એક ટનનો ભાવ ગુણવત્તાના આધારે રૂા.2500 થી 3300નો રહે છે. જેથી એક થી દોઢ વર્ષ બાદ નીલગીરીના લાકડામાંથી આઠ લાખથી વધુના ઉત્પાદનનો અંદાજ વિરલભાઈ પટેલે વ્યકત કર્યો હતો.

Conclusion:નોંધનીય છે કે, નાના અને સીમાંત ખેડૂતો પોતાના ખેતરના શેઢા ઉપર નીલગીરીના વૃક્ષો વાવીને વધારાની આવક મેળવી શકે છે. આ પ્રકારના વૃક્ષો વાવવાથી ખેતીના પાકને નુકસાન કરતા સીધા પવનથી બચાવી શકાય છે. નીલગીરીના વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે, અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.