સુરતઃ શહેરના સગરામપુરાની જૂની મહાવીર હોસ્પિટલની નર્સિંગ હોસ્ટેલના(Nursing Hostel of Mahavir Hospital ) બાથરૂમમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકને હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ જન્મ (Newborn baby )આપ્યો હતો. જેના વિશે મહિલા પ્રિન્સિપાલ દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(Athwalines Police Station)કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસે 21 વર્ષની યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રિસિપલને સર્જરી કરાવવા કહ્યું હતું - સગરામપુરામાં આવેલ જૂની મહાવીર હોસ્પિટલના સાતમા અને આઠમા માળે નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ આવેલી છે. જેમાં નર્સિંગના વિદ્યાર્થીઓ રહે છે. 6 એપ્રિલની સવારે હોસ્ટેલમાં નર્સિંગની એક વિદ્યાર્થિનીને પેટમાં (corpse of a newborn baby )દુખાવો થવા લાગ્યો જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાંથી મહિલા ડોક્ટરે પ્રિન્સિપાલને બોલાવીને વિદ્યાર્થિનીના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરાવવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું
તેણે કોઈ જવાબ આપ્યો નહીં - જ્યારે પ્રિન્સિપાલે હોસ્પિટલમાં જઈને વિદ્યાર્થિનીને ઈજા વિશે પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહીં, ત્યારબાદ પ્રિન્સિપાલે તેના પરિવારજનોને બોલાવ્યા અને મોડી રાત્રે હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થી પ્રિન્સિપાલ પાસે આવ્યો અને તેને બાથરૂમમાં લઈ ગયો. જ્યાં કાળા રંગનું કપડું હતું.પ્લાસ્ટીકની કોથળીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ Abandoned Newborn in Panchmahal: પંચમહાલના હાલોલમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું
ગર્ભમાં બાળકને નષ્ટ કરવા તેણે દવા પણ પીધી - પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 21 વર્ષની છોકરીએ તે બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે યુવતીને એક યુવક સાથે પ્રેમ હતો જેની સાથે તે 8 મહિનાની ગર્ભવતી હતી અને તે ગર્ભમાં બાળકને નષ્ટ કરવા તેણે દવા પણ પીધી હતી અને તેથી જ તે આ પીડા અનુભવી રહી હતી. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.