ETV Bharat / state

સુરતમાં લોકજાગૃતિ અર્થે હાથમાં સેનેટરી પેડ લઈ ખેલૈયાઓ ગરબે ધુમ્યા

author img

By

Published : Oct 8, 2019, 11:34 AM IST

સુરતઃ શહેરની IDT શૈક્ષણિક સંસ્થામાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને માસિક ધર્મની સમજ આપવા અને સેનેટરી પેડ અંગે જાગ્રુત કરવામાં આવ્યાં હતાં. જેની માટે ખેલૈયાઓએ હાથમાં સેનેરટરી પેડ લઈને ગરબે ઘૂમ્યાં હતાં. આમ, રૂઢિવાદી વિચારધારાને પડકારવા અને મહિલાઓના હિતને કેન્દ્રમાં રાખીને આ અનોખી નવરાત્રી ઉજવવામાં આવી હતી.

સુરતમાં લોકજાગૃતિ અર્થે હાથમાં સેનેટરી પેડ લઈ ખેલૈયાઓ ગરબે ધુમ્યા

નવરાત્રી એટલે દેવી શક્તિની આરાધનાનો પર્વ. જેમાં નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા- અર્ચના કરવામાં આવે છે, ત્યારે વાસ્તવિક જીવનમાં સ્ત્રી સન્માનની માત્ર વાતો જ સાંભળવા મળે છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક તેના માસિક ધર્મને લઈ તેના સન્માનનું વારંવાર હનન કરવામાં આવે છે. આથી સ્ત્રી હિત અને લોક જાગૃતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરતની IDT શૈક્ષણિક સંસ્થામાં અનોખી રીતે નવરાત્રી ઉજવવામાં આવી હતી.

સુરતમાં લોકજાગૃતિ અર્થે હાથમાં સેનેટરી પેડ લઈ ખેલૈયાઓ ગરબે ધુમ્યા

આજે પણ કેટલાંક વિસ્તારોમાં સ્ત્રીને માસિક ધર્મના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. જેથી સ્ત્રી જાગૃતિ અને તેમના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને સેનેટરીના ઉપયોગ અંગે લોકોને માહિતગાર કરવામાં માટે આ સેનેટરી પેડની થીમને કેન્દ્રમાં રાખીને નવરાત્રી ઉજવવામાં આવી હતી. જેમાં IDT વિદ્યાર્થીઓ સેનેટરીના પેડને હાથમાં લઈને ખેલૈયાઓને ગરબે ઘૂમ્યાં હતાં.

Intro:સુરત : જુના પુરાણા રૂઢિવાદી વિચાર તોડવાનો આઈ.ડી.ટી.નો એક અનોખો પ્રયાસ સામે આવ્યું છે. નવરાત્રી દ્વારા સંદેશ પાઠવ્યો છે..આઈ ડી ટી ના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સેનેટરી પેડ પ્રદર્શિત કર્યા હતા

Body:આજે ભલે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવતું હોવા છતાં પણ આજે આપણા દેશમાં મહિલાઓના માસિક ધર્મ કે સેનિટરી પેડ વિષે જાહેરમાં વાત કરતા લોકો સંકોચ અનુભવે છે કે પછી ડરતાં-ડરતાં વાત કરે છે .આઈ.ડી.ટી.એ આજે નવમા નોરતે "ફેશનોરાત્રિ"નું આયોજન કર્યું હતું. અને આમ કરીને તેમણે જૂની જડ રૂઢિવાદી વિચારસરણી તોડવાનો અને પ્રતિબંધો હઠાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો .

આઈ ડી ટી ના 150 જેટલા વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ તેમજ ફેકલ્ટીએ તેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો , મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાની ભાવનાને પ્રદર્શિત કરતો આ કાર્યક્રમ એક રીતે જોઈએ તો લોકોના વિચારને પરિવર્તિત કરવાનો પ્રોગ્રામ બની ગયો હતો .મૂળભૂત રીતે નવરાત્રિ સ્ત્રી શક્તિ (દેવી શક્તિ)ની પૂજા-અર્ચના કરવાનો ધાર્મિક ઉત્સવ છે, જેના કેન્દ્રમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્વચ્છતાનો વિચાર આપણા ઋષિ મુનિઓએ હજ્જારો વર્ષ પહેલા સમાજ સમક્ષ મુક્યો હતો.આ નવરાત્રિ મહોત્સવ શૌચ (પવિત્રતા) અને શુધ્ધતાનો તહેવાર છે આ વાતને ધ્યાનમાં રાખીને આઈ ડી ટી ના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સેનેટરી પેડ પ્રદર્શિત કર્યા હતા આની પાછળ મૂળ ભાવના એવી હતી કે ,શુદ્ધતાના સાધન અંગે કોઈ પણ વ્યક્તિ ખુલીને એટલેકે શરમ રાખ્યા વગર કે સંકોચ રાખ્યા વગર બોલે .

Conclusion:આઈ. ડી. ટી. એક શૈક્ષણિક સંસ્થા છે , તે માત્ર શિક્ષણ ને સરળ અને પ્રેક્ટિકલ બનાવવા સુધી આવીને અટકી જતી નથી પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વને પ્રાથમિકતા આપીને તેને અતિ મહત્વનું ગણે છે.

બાઈટ : શેફાલી
બાઈટ અનિતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.