દુષ્કર્મ કેસમાં સજા બાદ નારાયણ સાંઈ હાલ લાજપોર જેલની સી-6 બેરેકમાં છે. જ્યાં પાકા કામનો કેદી જાહેર થતા હવે જેલ મેન્યુઅલને અનુસરવું પડશે. ઘરનું ટિફિન આજથી બંધ થયું છે. જેલનું જ ભોજન ખાવું પડશે. સફેદ કપડા અને પીળી ટોપી ધારણ કરવી પડશે. 6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાંઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને 6 મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.
નારાયણ સાંઈએ પોતાના આશ્રમની સાધિકા સાથે 11 વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મના કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. 1 લાખ રૂપિયાનો દંડ તથા પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.