ભારતની સાધુ-સંત પરંપરાને લજવનાર અને હેવાનિયતની હદ વટાવનાર નારાયણ સાંઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની બે બહેનોનું જાતીય શોષણ કરનાર સાંઈને લાજપોર જેલમાં ઉતારી દેવાયો છે.
નારાયણ સાંઈ જેલમાં કેદી નંબર 1750 તરીકે ઓળખાશે. તેને જેલમાં ઘાસ કાપવાનુ કામ સોંપવામાં આવ્યુ છે. કેદી નારાયણ સાંઈને આ કામનો કોઈ પણ અનુભવ નથી જેથી ત્રણ મહિના સુધી તેણે તાલિમ મેળવવાની રહેશે. ત્રણ મહિના પછી આ કામ માટે તેને દૈનિક 70 રુપિયાનો પગાર મળશે. આ સાથે તેણે બાગમાંથી કચરો પણ વીણવો પડશે.