ETV Bharat / state

નાંદીડાના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા હોદ્દા પરથી દૂર કરાયા - બારડોલી

બારડોલી તાલુકાની નાંદીડા ગ્રામ પંચાયતની વિવાદાસ્પદ સરપંચ વિરુદ્ધ આખરે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ખાસ સામાન્ય સભામાં સરપંચને 9 માંથી માત્ર 2 મત મળ્યા હતા. જ્યારે તેમની વિરુદ્ધમાં 7 મત પડતા સરપંચ પદ છીનવાઈ ગયું હતું.

Bardoli
નાંદીડા
author img

By

Published : Dec 4, 2020, 8:31 PM IST

  • 7 વિરુદ્ધ 2 મતોથી દરખાસ્ત પારિત થતાં હોદ્દા પરથી દૂર કરાયા
  • સભ્યો વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હોવાનો હતો આરોપ
  • સરપંચે અગાઉ તલાટી પર પણ હાથ ઉગામતા થયો હતો વિવાદ

બારડોલી : બારડોલી તાલુકાના નાંદીડા ગામની સરપંચ વિરુદ્ધ શુક્રવારના રોજ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. જેમાં સરપંચની સામે 7 વિરુદ્ધ 2 મત પડતાં સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોય સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચ જિન્નતબેન પ્રફુલ રાઠોડ પોતાની મનમાની મુજબ કામ કરતાં હોવા ઉપરાંત વિકાસના કામો તેમજ પંચાયતના નિર્ણયોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવી હતી.

સભ્યોની કરવામાં આવતી હતી અવગણના

તમામ સભ્યોની અવગણના કરી કોન્ટ્રાકટર સાથે મિલીભગતમાં કામ કરવામાં આવતા હોવાથી સભ્યોમાં ભારે રોષ હતો. જેના પગલે ગત 20મી ઓક્ટોબરના રોજ સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત માટે તાલુકા પંચાયતમાં અરજી કરવામાં આવી હતી.

ખાસ સામાન્ય સભામાં દરખાસ્ત પસાર

શુક્રવારના રોજ અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સામાન્ય સભા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં સરપંચ જિન્નત સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. સભામાં સરપંચની વિરુદ્ધમાં 7 મતો જ્યારે સરપંચની તરફેણમાં 2 મતો પડ્યા હતા. સરપંચની વિરુદ્ધ વધુ મતો પડતાં સરપંચ જિન્નતબેનને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા દિનેશ પટેલના આશીર્વાદ

બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા દિનેશ પટેલના આશીર્વાદ હેઠળ સરપંચ મનમાની પૂર્વક વહીવટ કરતાં હોવાનું સભ્યો જણાવી રહ્યા છે. દિનેશ પટેલ ખુદ પોતાના પુત્ર મયંકના નામે વિકાસના કામોના કોન્ટ્રાક્ટ લઈ નાંદીડા તેમજ આજુબાજુના ગામોમાં કામો કરી સરપંચને પોતાના ગજવામાં ઘાલીને ફરે છે. નાંદીડાના સરપંચ જિન્નત પણ દિનેશ પટેલના આશીર્વાદથી જ એક હથ્થું શાસન ચલાવતી હોવાનું સભ્યો જણાવી રહ્યા છે. ત્યારે તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જીતેન્દ્ર વાંસીયા દ્વારા આ બાબતે ધ્યાન આપી પક્ષની છબી સુધારવામાં આવે તેવી માંગ કાર્યકરોમાં ઉઠી રહી છે.

આ જ સરપંચે તલાટી પર હાથ ઉગામ્યો

ફેબ્રુઆરી 2018માં આ જ સરપંચે તલાટી ઉપર હાથ ઉગામી અને અપશબ્દો બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ વિવાદ ઊભો થયો હતો. બાદમાં થોડા સમય માટે જિન્નતની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ જ સરપંચ ફરીથી વિવાદમાં આવતા સભ્યોએ જ તેની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હોદ્દા પરથી દૂર કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.