ETV Bharat / state

યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવતમાં કરાઈ હત્યા - સુરતમાં હત્યા

યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવત રાખી સુરતના આઠવા વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત
સુરત
author img

By

Published : Jul 21, 2020, 12:34 PM IST

સુરતઃ અઠવા વિસ્તારમાં આવેલા માછીવાડ ખાતે મોડી રાત્રે ધીંગાણું થતાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉ યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવત રાખી મોહલ્લામાં સંદીપ ખેરવાલ અને તેનો ભાઈ સહિત ત્રણ લોકોએ હુમલો કરતા સામસામે મારામારી થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, નાનપુરા માછીવાડ ખાતે આવેલા હોડી મોહલ્લામાં રવિવારની મોડી રાત્રે બે પક્ષના લોકો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું હતું. સંદીપ ખેરવાલ, તેનો ભાઈ વિપુલ ખેરવાલ અને અન્ય એક મિત્ર મળી હોડી મોહલ્લાવાસીઓ પર હુમલો કરવા આવ્યા હતાં. જ્યાં સંદીપે નિરંજન ભીમ્પોરિયા પર હુમલો કરતા મહોલ્લાવાસીઓ ત્રણેય પર તૂટી પડ્યા હતા. સામસામે જીવલેણ હુમલો અને મારામારી થતા સંદીપ ખેરવાલનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

યુવતીની છેડતી મુદ્દે સામસામે થયેલી અરજીની અદાવતમાં કરાઈ હત્યા

મોડી રાત્રે બનેલી ઘટનામાં અઠવા પોલીસે હોડી મોહલ્લાનાં વાસીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંદીપ, વિપુલની હોડી મહોલ્લાના રહીશો જોડે અગાઉ યુવતીની છેડતી મુદ્દે સામસામે પોલીસમાં અરજી થઈ હતી. આ અરજીની અદાવતમાં સંદીપ અને તેનો ભાઈ સહિત ત્રણ લોકો બદલો વાળવા રાત્રીના સમયે તીક્ષ્ણ ચપ્પુના ઘા કરી ઘસી આવ્યા હતા. જો કે, મહોલ્લાનાં રહીશો દ્વારા પણ સામસામે હુમલો કરાતા સંદીપ મોતને ભેટ્યો હતો, તો સામાપક્ષે નિરંજન ભીમ્પોરિયાને પણ ગંભીર ઇજા થતાં ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.