ETV Bharat / state

Murder case in Surat : સુરત પોલીસે એક સીમકાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો - મહિલાની લાશ મળી

સુરત શહેરના ઉધના સ્થિત જેપી મિલ પાસે ખંડેર મકાન માંથી શંકાસ્પદ હાલતમાં એક મહિલાની લાશ( Murder case in Surat )મળી આવી હતી. મૃતક મહિલાના સાડીની ગાંઠમાંથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું અને તેના આધારે આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પરંતુ આ બનાવમાં જે હક્કિત બહાર આવી તે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.

Murder case in Surat : સુરત પોલીસે એક સીમકાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો

author img

By

Published : Feb 17, 2022, 7:23 PM IST

સુરત: ગત 14 ફ્રેબુઆરીના રોજ સુરતના ઉધના સ્થિત (Murder in Udhana, Surat )જેપી મિલ પાસે ખંડેર હાલતમાં રહેલા મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની હત્યા કરાઈ હોવાની આંશકા વચ્ચે પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. મહિલા કોણ છે અને તેની હત્યા ( Murder case in Surat )કરાઈ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલાની હત્યા (woman dead body found)કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ગુનો નોંધી તપાસ(Surat Crime News) શરુ કરી હતી. જેમાં ઝીણવટભરી તપાસમાં પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આ ઘટનામાં સત્યનારાયણ મુરલી શેટ્ટી નામના એક આરોપીની (police arrested accused)ધરપકડ કરી છે.

હત્યાનો ભેદ ઉકેલ્યો

પાપા લખેલો એક મોબાઈલ નબર મળ્યો

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કન્ટ્રોલ રૂમમાં ફોન મળ્યા બાદ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં મહિલાની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક મહિલાની લાશ પાસે એક થેલી હતી અને તેમાં ઓડીસ્સામાં લખાણ લખાયેલું હતું. તેમાં તપાસ કરતા તેમાંથી એક સીમકાર્ડ મળ્યું હતું. સીમકાર્ડને લઈને તપાસ કરતા તેમાંથી પાપા લખેલો એક મોબાઈલ નબર મળ્યો હતો. જેથી તેના પર સંપર્ક કરતા મહિલાની ઓળખ 35 વર્ષીય સુદોષના બબુલા નાહક તરીકે થઈ હતી. તે ઓડિસ્સાની વતની છે. દિવાળી પહેલા તે સુરતમાં બે માસ રહી હતી. તે પાંડેસરા મહાલક્ષ્મી નગરમાં ભાડેથી રહેતી હતી તેની દીકરી બીમાર થતા તે ફરીથી ઓરિસ્સા ચાલી ગયી હતી.

આ પણ વાંચોઃ Murder case in Surat : સિક્યુરિટી ગાર્ડની હત્યાના આરોપી અને તેના મિત્રોની ધરપકડ

રોષમાં ભરાઈને તેણીની હત્યા

સુરતમાં તે રહેતી હતી તે દરમિયાન તેના બાજુના જ વતનનો સત્યનારાયણ મુરલી શેટ્ટી તેના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આ દરમિયાન ઓરિસ્સાથી આવ્યા બાદ સત્યનારાયને તે ફરીથી મળી હતી. આ દરમિયાન સત્યનારાયણે પોતાની સગાઇ થઈ ગયી છે તેવી વાત કરી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઉપરાંત તે મહિલાને સમજાવી ગામ જવા નીકળ્યા હતા આ દરમિયાન રીક્ષામ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રીક્ષામાંથી ઉતરી તેઓ ઉધના સ્થીત ખંડેર જગ્યામાં બેઠા હતા અને અહીંથી ફરીથી ઝગડો થયો હતો અને રોષમાં ભરાઈને તેની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઉચકી લાવી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર હક્કિત જણાવી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.