સુરત : મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર ( MAHSR ) પર પ્રથમ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી પસાર થનાર પાર નદી પર બાંધવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. સુરતની તાપી નદી પર પણ બ્રિજનું કામ થઇ રહ્યું છે.
-
Catch a glimpse of the real-time progress on the first River Bridge (320 m) at MAHSR Corridor. pic.twitter.com/1UChboKX41
— Ministry of Railways (@RailMinIndia) January 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Catch a glimpse of the real-time progress on the first River Bridge (320 m) at MAHSR Corridor. pic.twitter.com/1UChboKX41
— Ministry of Railways (@RailMinIndia) January 24, 2023Catch a glimpse of the real-time progress on the first River Bridge (320 m) at MAHSR Corridor. pic.twitter.com/1UChboKX41
— Ministry of Railways (@RailMinIndia) January 24, 2023
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં પ્રથમ રિવર બ્રિજ પાર નદી પર : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટની ગતિએ ચાલી રહી છે. હાલમાં જ MAHSR તરફથી જાણકારી આપવામાં આવી છે કે વલસાડ જિલ્લાના પાર નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પ્રથમ રિવર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નદીની પહોળાઈ 320 મીટર છે. તેમાં 8 ફુલ સ્પાન ગર્ડર છે (દરેક 40 મીટર)નો છે. જ્યારે થાંભલાઓની ઊંચાઈ 14.9 થી 20.9 મીટર છે. ગોળાકાર થાંભલાઓનો વ્યાસ 4-5 મીટર છે. આ સાથે નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
50 મીટરનો પ્રથમ રેલ લેવલ સ્લેબ : ગુજરાત 8 જિલ્લાઓમાંથી અને અને DNHના પસાર થતા સમગ્ર 352 કિલોમીટરના સંરેખણ માટે વાયડક્ટ, પુલ, સ્ટેશન અને ટ્રેકના બાંધકામ માટે સિવિલ, બ્રિજ અને ટ્રેક માટે 100% કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. ગુજરાતના 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતી સંરેખણ સાથે બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. સુરત અને આણંદ HSR સ્ટેશનો પર દરેક 50 મીટરનો પ્રથમ રેલ લેવલ સ્લેબ નાખવામાં આવ્યો છે.
240.37 કિમીની લંબાઇમાં પાઇલ : 27.6 કિમી વાયડક્ટ પૂર્ણ થયું છે. જેમાં વડોદરા નજીક 6.28 કિમી અને 21.32 કિમી વિવિધ સ્થળોએ બાંધવામાં આવેલ છે. વાપીથી સાબરમતી સુધીના 8 HSR સ્ટેશનો પરના કામો બાંધકામના વિવિધ તબક્કામાં છે.240.37 કિમીની લંબાઇમાં પાઇલ નાખવામાં આવ્યો છે, 158.89 કિમીથી વધુ ફાઉન્ડેશન અને 137.89 કિમીના પટમાં પિયર્સ બનાવવામાં આવ્યા છે. ગર્ડર કાસ્ટિંગ - 1175 ગર્ડરોની સંખ્યા 47 કિમી સુધી ઉમેરાઈ છે.નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલનું કામ ચાલુ છે.
આ પણ વાંચો 12 સ્ટેશનમાંથી વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીનો નજારો નિહાળો
સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેનની રફતારથી ચાલી રહી છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. સુરત જિલ્લાના આંત્રોલી ગામમાં જે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત મહત્વપૂર્ણ પણ છે કારણ કે, બુલેટ ટ્રેનનો સ્ટીલનો વપરાશ થશે તે સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.
જમીન સંપાદનની સ્થિતિ : આ પ્રોજેક્ટ માટે જે અતિ મહત્ત્વની બાબત છે તે છે જમીન સંપાદન. અનેક અવરોધો વચ્ચે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં એકંદરે 98.87 ટકા જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતમાં 98.91 ટકા, કેેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 98.76 ટકા જમીન સંપાદન થયું છે.