ETV Bharat / state

MP Harshvardhan in Surat : જે જનસમર્થન વાજપાઈને ન મળ્યું તે વર્ષ 2014માં પીએમ મોદીને મળ્યું, સાંસદે ભારોભાર પ્રશંસા કરી

કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે 9 વર્ષમાં થયેલા જનહિતલક્ષી કાર્યો અને યોજનાઓ અંગે દેશભરમાં જાણકારી આપવામાં આવી રહી છે. આ શૃંખલામાં સાંસદ હર્ષવર્ધન સુરતમાં આવ્યાં છે. તેમણે પીએમ મોદીની ભારોભાર પ્રશંસા કરતાં તેમની અટલબિહારી વાજપાઇ સાથે સરખામણી કરી હતી.

MP Harshvardhan in Surat : જે જનસમર્થન વાજપાઈને ન મળ્યું તે વર્ષ 2014માં પીએમ મોદીને મળ્યું, સાંસદે ભારોભાર પ્રશંસા કરી
MP Harshvardhan in Surat : જે જનસમર્થન વાજપાઈને ન મળ્યું તે વર્ષ 2014માં પીએમ મોદીને મળ્યું, સાંસદે ભારોભાર પ્રશંસા કરી
author img

By

Published : Jun 6, 2023, 7:28 PM IST

વાજપાઈને ન મળ્યું એ પીએમ મોદીને મળ્યું

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ દરમિયાન કરવામાં આવેલી સિદ્ધિઓ અંગે સુરત ખાતે દિલ્હીના ચાંદની ચોક મતવિસ્તાર સાંસદ હર્ષવર્ધન પ્રચાર પ્રસાર કરવા માટે આવ્યા છે. આ વચ્ચે તેઓએ જન સમર્થન બાબતે પીએમ મોદીની અટલબિહારી વાજપાઇ સાથે સરખામણી કરી જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપાઈ પણ દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ આટલા વ્યાપક રૂપમાં જન સમર્થન તેમને નથી મળ્યું જેટલું પીએમ મોદીને વર્ષ 2014માં મળ્યું હતું.

મોદી શાસનના 9 વર્ષની ઉજવણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસનકાળ પૂર્ણ થતા જ ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ દેશના અનેક શહેરોમાં જઈ મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યો અંગે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને સાંસદ હર્ષવર્ધન અને બિહારની દરભંગા વિધાનસભા બેઠકથી તથા તથા પાંચ ટર્મથી થયેલા ધારાસભ્ય સંજય સરાઓગી સુરત આવી પીએમ મોદીની સિદ્ધિઓ અંગે જાણકારી આપવા સુરત આવ્યા છે. સાંસદ હર્ષવર્ધન દ્વારા પીએમ મોદીની પ્રશંસા કરવામાં આવી હતી. તેમના અનેક પ્રોજેક્ટ અને ખાસ કરીને કોરોના કાળમાં જે કાર્યો કરવામાં આવ્યા હતા. તે અંગેની જાણકારી તેઓએ આપી હતી.

વાજપાઈ સાથે સરખામણી : આ વચ્ચે હર્ષવર્ધને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે ચર્ચા હાથ ધરી હતી. આ ચર્ચા દરમિયાન તેઓએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈની સરખામણી પીએમ મોદી સાથે કરી હતી અને જણાવ્યું હતું કે હાલ જે જનસમર્થન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે તે વખતે અટલ બિહારી વાજપાઈ પાસે પણ નહોતું.

અગાઉ આવો પ્રજાનો આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને ક્યારે પણ મળ્યું નથી. અટલ બિહારી વાજપાઈ પણ દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે પરંતુ તેમને પણ વ્યાપક જન સમર્થન મળ્યું નથી. જે જન સમર્થન વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું છે...હર્ષવર્ધન (સાંસદ)

યુવાઓ માટે એક આશા બન્યાં : સાંસદ હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પૂર્ણ બહુમતની સરકાર બની. 2014ની ચૂંટણીના આઠથી દસ મહિના પહેલા નરેન્દ્ર મોદીએ દેશના લોકો અને ખાસ કરીને યુવાઓ માટે એક આશા બની ગયા હતા અને ઉત્સાહ સાથે લોકોએ તેમને જનસમર્થન આપ્યું છે. જે વિકાસ કાર્યો તેઓ કરી રહ્યા છે તે નવા ભારત માટે ખૂબ જ ઉપયોગી છે વિશ્વ સામે અમે વિશ્વ ગુરુ બનીને આગળ રહ્યા છે.

  1. 9 Years Of Modi Govt: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉત્તરાખંડ પહોંચ્યા, કેન્દ્રની ઉપલબ્ધિઓની કરી ચર્ચા
  2. 9 years of PM Modi Govt : મોદી સરકારની સફળતાના 9 વર્ષની ઉજવણીમાં અનુરાગ ઠાકુર, લોકસભા ચૂંટણી માટે આવો વિશ્વાસ જતાવ્યો
  3. 9 Years of Modi Govt: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આજે કરશે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.