ETV Bharat / state

સુરત પોલીસને સાંસદ સી.આર. પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી - loakdown effect in navsari

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા આજે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં પગપાળા ચાલી લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, શહેર પોલીસ કર્મીઓ અને ટી.આર.બી સહિત ટ્રાફિક જવાનો માટે સાંસદ સી.આર પાટીલ દ્વારા 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ આપવામાં આવી હતી.

સુરત પોલીસને સાંસદ સી.આર પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી

author img

By

Published : May 22, 2020, 8:35 PM IST

સુરતઃ કોરોના વાયરસ અંગેની જાગૃતિ લોકો સુધી પહોંચાડવા માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી આજ રોજ શહેરના રસ્તા પર નીકળ્યા હતા. વડાપ્રધાન મોદીના આદેશ અને સુચના બાદ 'હું પણ કોરોના વોરિયર્સ' સૂત્ર સાથે સુરતના સિટીલાઈટ વિસ્તારમાં લોકોમાં જનજાગૃતિ લાવવા પગપાળા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. હમણાં સુધી લોકો તરફથી મળેલા સાથ સહકાર આગળ મળતો રહે તેવી અપીલ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી સામે નિયમોનું પાલન કરવા માટે જાહેર અપીલ લોકોને કરાઈ હતી.

સુરત પોલીસને સાંસદ સી.આર પાટીલે 60 હજાર માસ્ક અને છ હજાર સેનેટાઇઝરની બોટલ અર્પણ કરી
આ સાથે નવસારીના સાંસદ સુરત પોલીસ કમિશ્નર મુખ્યાલય પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ અને શહેરમાં કામ કરતા કોરોના વોરિયર્સ કર્મી ટી.આર.બીના જવાન અને ટ્રાફિક જવાનોની સલામતી માટે 60 હજાર જેટલા માસ્ક તેમજ 6,000 સેનેટાઈઝર બોટલ અર્પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.