ETV Bharat / state

ડાયમંડ સીટીમાં ફાયર વિભાગનો સપાટો, 430થી વધુ દુકાનો સીલ - notice

સુરત: તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બાદ પણ લોકો ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા રાખનારા લોકો સામે સુરત ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર વિભાગ દ્વારા શહેરના અડાજણ પાલ આરટીઓ સામે આવેલા મારવેલા હબને સંપૂર્ણપણે સીલ કરી દીધું છે.

સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ, 430થી વધુ દુકાનો, ઓફિસો શીલ
author img

By

Published : Jul 20, 2019, 3:32 PM IST

અડાજણ પાલ આરટીઓ સામે આવેલા મારવેલા હબમાં આશરે 430થી પણ વધુ કોર્પોરેટ સેક્ટર, દુકાન, ઓફીસ સહિત શો રૂમ આવેલા છે. આ તમામને ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. એક વાર નહીં પરંતુ બે-બે વખત નોટિસ પાઠવ્યા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં સંચાલકો દ્વારા આળસ કરવામાં આવી હતી.

સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ, 430થી વધુ દુકાનો, ઓફિસો શીલ

ફાયર વિભાગ દ્વારા મારવેલા હબમાં આવેલી 430થી વધુ દુકાનો, ઓફિસોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી સીલ ખોલવાની પણ મનાઈ ફરમાવવાંમાં આવી છે. જો કોઈ પણ દુકાન સંચાલક દ્વારા સીલ ખોલવાનો પ્રયાસ કરાશે તો ફાયર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Intro:સુરત :તક્ષશિલા ની આગ બાદ પણ લોકોમાં જોઈએ તેવી જાગૃતતા જોવા મળી રહી નથી.લોકો ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી દાખવતા જોવા મળી રહ્યા છે.આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ ની વાત લોકો જોઈ રહ્યા છે.ત્યારે ફાયર સેફટીની અપૂરતી સુવિધા રાખનારા લોકો સામે સુરત ફાયર વિભાગે લાલ આંખ કરી છે.ફાયર વિભાગ દ્વારા શહેરના અડાજણ પાલ આરટીઓ સામે આવેલ મારવેલા હબ ને સંપૂર્ણપણે શીલ કરી દીધું છે.

Body:અડાજણ પાલ આરટીઓ સામે આવેલ મારવેલા હબ માં આશરે 430 થી પણ વધુ કોર્પોરેટ સેકટર,દુકાન,ઓફીસ સહિત શો રૂમ આવેલ છે.આ તમામ ને ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયર સેફટી ની સુવિધા ઉભી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.એકવાર નહીં પરંતુ બે બે વખત નોટિસ પાઠવ્યા છતાં ફાયર સેફટી ની સુવિધા ઉભી કરવામાં આળસ સંચાલકો દ્વારા આળસ કરવામાં આવી હતી.જ્યાં નાછૂટકે સુરત ફાયર વિભાગે આજ રોજ કાર્યવાહી નો કોરડો વિન્ઝતા દુકાન સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ફાયર વિભાગ દ્વારા મારવેલા હબ માં આવેલ 430 થી વધુ દુકાનો,ઓફિસો ને શીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી.જ્યાં સુધી ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી શીલ ખોલવાની પણ મનાઈ ફરમાવવાંમાં આવી છે.Conclusion:જો કોઈ પણ દુકાન સંચાલક દ્વારા શીલ ખોલવાનો પ્રયાસ કરાશે તો ફાયર દ્વારા ફોજદારી રહે કાર્યવાહી ની કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બાઈટ :ઈશ્વર પટેલ( ફાયર ઓફિસર અડાજણ )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.