- સુરત શહેરના અમરોલીમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી
- ફાયર વિભાગ કાફલાએ 100થી વધુ લોકોને સહી સલામત બહાર લાવ્યા
- આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થઇ ન હતી
સુરતઃ સુરત(Surat) શહેરના અમરોલી ગામમાં આવેલ જલારામ મંદિરની સામે ગઈકાલે રાત્રે 11 વાગાની આસપાસ રત્નભક્તિ એપાર્ટમેન્ટની ઘર-નંબર-12ની બાલ્કની એકાએક ધરાશાયી થતા એપાર્ટમેન્ટના લોકો દોડતા થઇ ગયા હતા. જોકે જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગ(Fire Department)ને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી એપાર્ટમેન્ટમાંથી 100થી વધુ લોકોને સહી સલામત બહાર લાવામાં આવ્યો હતા.જો કે આ ત્યારે અમરોલી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન(Municipal Corporation)ના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થઇ ન હતી.
એપાર્ટમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી હતી
આ ઘટના નજરે જોનાર કિશોર પરમાર જણાવ્યું કે, હું બહાર છોકરાઓ સાથે બેઠા હતો અને રાત્રે 11 વાગ્યાતા. ત્યા એકાએક જોરદાર આવાજ આવ્યો એટલે તો એપાર્ટમેન્ટના કોઈક ફ્લેટનો બાલ્કની પડી ગઇ હતી. અને લોકોનો અવાજ આવા લાગ્યો તો મેં તરત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગનો કાફલો ધટના પહોચી એપાર્ટમેન્ટમાંથી લગભગ 100થી વધુ લોકોને સહી સલામત બહાર લાવ્યા હતા. જો કે થોડીવારમાં સ્થાનિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ દોડી આવી હતી. મહત્વની વાત એ છે કે આમાં કોઈ જાનહાની થઇ નથી. આ એપાર્ટમેન્ટ ખુબ જ જૂનું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ કોઈ જલ્દી ખાલી કરતુ નથી.
ફાયર ઓફિસરનું નિવેદન..
આ બાબતે શહેર ફાયર વિભાગના એડિશનલ ઓફિસર બીકે પરીખ જણાવ્યુ કે, ફાયર ઝોનમાં કોલ આવતા જ અમારા કતારગામ ફાયર અને અમરોલી ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પોહચી ગઇ હતી. સમયસર પહોચતા ત્યાથી 100થી વધુમાં લોકોને સહી સલામત બહાર લાવ્યા હતા. કોઈ જાનહાની થઇ ન હતી. ત્યા
આ પણ વાંચોઃ દિલ્હીના સીમાપુરી વિસ્તારના ઘરમાં આગ, 4 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત
આ પણ વાંચોઃ રાજકોટમાં Diwali માટેના ફટાકડાના સ્ટોલ માટે Fire NOC ની આટલી અરજીઓ આવી