- BJP corporatorએ મહિલા કર્મચારી સાથે કર્યો દુર્વ્યવહાર
- કોર્પોરેટર દ્વારા વેક્સિનેશન સેન્ટર પર ટોકન માંગવામાં આવી
- વેક્સિન લેવા આવનાર 40 લોકો વેક્સિન લીધા વગર રહી ગયા
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુમન હાઈસ્કૂલ-14માં રસીકરણ માટેનું સેન્ટર ચાલી રહ્યું છે. વોર્ડ નંબર-29ના ભાજપના કોર્પોરેટર (BJP corporator) એવા વંશુ યાદવ દ્વારા રસીકરણ સેન્ટર ઉપર રસીકરણ આપનારી મહિલા કર્મચારીઓ જોડે ગેરવર્તન કરાયું હતું. આ બાબતને લઈને રસીકરણ સેન્ટર ઉપર હાજર ડો. મહિલા કર્મચારીઓ રસીકરણ સેન્ટરથી બહાર આવી ગયા હતા અને તેના કારણે વેક્સિન લેવા આવનાર 40 લોકો વેક્સિન લીધા વગર રહી ગયા હતા.
આ પણ વાંચો : સુરતમાં અડધાથી વધુ વેક્સિનેશન સેન્ટર બંધ, વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન
ટોકન આપવા બાબતે મહિલા ડોક્ટરો પર દબાણ કરાયું
ભાજપના કોર્પોરેટર (BJP corporator) વંશુ યાદવ પોતાના જ વિસ્તારમાં આવેલા સુમન હાઈસ્કૂલ-14માં રસીકરણ સેન્ટર ચાલી રહ્યું હતું. ત્યાં બપોરે બે વાગે પહોંચીને રસીકરણ માટે આપવામાં આવતા ટોકન બાબતે જણાવ્યું હતું કે, તેમના જાણીતા લોકો ઉભા છે. તેમને રસીકરણ માટે ટોકન આપો. આ બાબતે મહિલા ડોક્ટરો પર દબાણ કરવામાં આવ્યું હતું.
રસીકરણ સેન્ટરને ડોઝ ન હોવાથી બંધ કરવામાં આવી રહ્યું
તે સમય દરમિયાન રસીકરણ આપનારી મહિલા કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યારે વંશુ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમે લોકો મન ફાવે તેમ ટોકન આપી રહ્યા છો. કોઈને ટોકન મળે તથા કોઈને ટોકન ન મળે એ કઈ રીતે બને ? ત્યારે મહિલા કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં આ રસીકરણ સેન્ટરને ડોઝ ન હોવાથી બંધ કરવામાં આવી રહ્યું છે.
ટોકન આપવામાં ગેરરીતિ થતી હતી
વંશુ યાદવે જણાવ્યું હતું કે, મને એવી જાણ થઇ હતી કે, રસીકરણ સેન્ટર ઉપર રસીકરણના સ્ટાફ દ્વારા ગેરરીતિ કરાઇ રહી હતી. તે લોકો કેટલાક લોકોને ટોકન આપી રહ્યા છે. તો કેટલા લોકોને ટોકન આપી રહ્યા નથી. જેને લીધે ત્યાંના જ સ્થાનિક લોકોને ટોકન મળી શકી ન હતી. જે વાતને લઈને હું ત્યાં સેન્ટર ઉપર ગયો હતો અને ત્યાંથી હું જતો રહ્યો હતો. ત્યારબાદ ત્યાં શું થયું એનો મને ખ્યાલ નથી. આ સામાન્ય રકઝક થઈ હતી.
વેક્સિનેશનનો ડોઝ ઓછો હોવાથી જે લોકોને ટોકન અપાયા નહિ
આ મામલે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર (deputy commissioner) જગદીશ પટેલે જણાવ્યું હતું કે, રસીકરણ સેન્ટર ઉપર વેક્સિનેશનનો ડોઝ ઓછો હોવાથી જે લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. તેમને જ રસીકરણ આપવામાં આવ્યું હતું. બાકીના લોકો આજ વાતને લઈને જતા રહ્યા હતા. હાલ આ સેન્ટર પાંડેસરા આરોગ્ય સેન્ટર ઉપર લઈ જવામાં આવ્યું છે.
આ પણ વાંચો -
- અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ
- સુરતમાં Vaccination Centers પર વેક્સિન લેવા લાંબી લાઈન લાગી પણ વેક્સિનનો જથ્થો જ નથી
- CA Day 2021 : મળો સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જેમણે 31 હજારથી વધુ લોકોને વેક્સિનેટ કર્યા
- Vaccination campaign: સુરતમાં એક લાખ રસીના દાવાનો થયો ફિયાસ્કો
- Corona Vaccination: મેમનગરમાં વેક્સિનેશન સેન્ટર પર સવારે 6 વાગ્યાથી લાંબી લાઈન જોવા મળી
- વિદ્યાર્થીઓને સરળતાથી કોરોનાની વેક્સિન મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 20 કોલેજમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરશે
- રાજકોટમાં 18થી 50 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશન સેન્ટર ઉભું કરાશે