સુરત: માનવતા અને સંબંધ શર્મસાર ઘટતી ઘટના મહાનગર સુરતમાંથી સામે આવી છે. પોલીસ વિભાગમાંથી મળતી વિગત અનુસાર, પિતા અને કાકા સહિત બે ભાઈઓએ પોતાની હવસ ભૂખ સંતોષી પીડિતા પર અવારનવાર કુકર્મ કર્યું હતું. આ પીડીતા પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણ ગૃહમાંથી લાવવામાં આવી હતી. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના નિવેદન અનુસાર, પિતા એ મોટી કર્યા બાદ આ જ પિતા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.
" જે પિતાએ તેને દત્તક લીધી તે જ પિતાએ તેને હવસનો શિકાર બનાવી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એટલું જ નહીં કિશોરીના કાકાના પુત્રએ પણ કિશોરી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા"--આર.બી. ગોજીયા (સુરત અડાજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર)
દુષ્કર્મ આચર્યુ: સુરત શહેરની 14 વર્ષની કિશોરીએ સુરતના અડાજણ પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી હતી. ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે તેના સાવકા પિતા કાકા તેમજ બે ભાઈઓએ મળી દુષ્કર્મ આચર્યું છે. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે ચાર લોકો સામે દુષ્કર્મ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે છ મહિનાની હતી. ત્યારે આ જ પિતાએ તેને નારી સંરક્ષણ ગૃહમાંથી દતક લીધી હતી. મોટી કર્યા બાદ આ જ પિતા તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો.
હવસનો શિકાર બનાવી: સુરતના પોલીસ સ્ટેશનમાં કિશોરી દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને સાંભળી આત્મા કંપીને ઊભો થઈ જશે. 14 વર્ષની કિશોરી સાથે માત્ર તેના સાવકા પિતા જ નહીં. પરંતુ કાકા તેમજ બે ભાઈઓએ પણ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ઘરમાં દીકરી મોટી થઈ હતી એ જ ઘરના લોકોએ હેવાન બનીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં દુષ્કર્મ કરનારા પાપીઓ પીડિતાને વારંવાર ધમકી પણ આપતા હતા. પોલીસે આ મામલાને ગંભીરતાથી નોંધ લઈને યુદ્ધના ધોરણે પગલાં લીધા છે.
ચાર સંબંધી સામે ફરિયાદ: કિશોરીની ફરિયાદના આધારે ચાર વ્યક્તિઓ સામે દુષ્કર્મ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઇ છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, બળજબરી પૂર્વક પિતા અને કાકા સહિત બે ભાઇઓએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. સતત ત્રણ મહિના સુધી પીડિતા શારીરિક શોષણ અને માનસિક ત્રાસનો ભોગ બની હતી. પીડિતાને સાપુતારાની એક હોસ્ટેલમાં ભણવા પણ મોકલી હતી. પોલીસ રિપોર્ટ માંથી મળતી વિગત પ્રમાણે, કિશોરીએ સમગ્ર મામલે માતાને જાણ કરી હતી ત્યારબાદ માતા-પિતા વચ્ચે આ અંગે ઝઘડો પણ થતો હતો. પત્નીને આરોપી પતિ જણાવતો હતો કે, આ દીકરી પોતાની નથી તો તું શા માટે ચિંતા કરે છે. પીડિતા અને તેની માતા આ સમગ્ર મામલે કોઈને જાણ ન કરી દે આ માટે તેને પીડિતાને સાપુતારાની એક હોસ્ટેલમાં ભણવા પણ મોકલી હતી.
ઝઘડાનો ભોગ બની: પીડિતાને એક વર્ષ બાદ ફરીથી તેને સુરત બોલાવી લેવામાં આવી હતી. સુરતની એક સ્કૂલમાં એડમિશન પણ કરાવી દેવામાં આવ્યું હતું. ફરી એક વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ જતા આખરે પત્નીએ એના પતિ અને તેના કાકા તેમજ બે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.