સુરત ખાતે સીટી બસ દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યાં છે, ત્યારે હવે મનપા હરકતમાં આવી છે. મનપા દ્વારા એક તાકીદની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સુરત શહેર મનપા કમિશ્નર દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે મનપા કમિશ્નર દ્વારા તમામ સીટી અને BRTS બસની સ્પીડ ઘટાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ તમામ બસો 50 કિમી. પ્રતિ ક્લાક દોડી રહી છે. જે સ્પીડ સીટી વિસ્તાર માટે વધુ કહી શકાય. જે બસની સ્પીડ ઘટાડી 30 કિમી પ્રતિ ક્લાક કરવામાં આવે તો કદાચ અકસ્માતો નિવારી શકાશે.
આ સાથે સાથે તમામ ડ્રાઇવરોની બાયોમેટ્રીક દ્વારા હાજરી ભરવામાં આવશે. જેથી ડ્રાઇવર નોકરી કેટલો સમય કરે છે. તે પણ બહાર આવશે એટલે કે, ડ્રાઇવરો વધુ નોકરી કરી રહ્યાંની ફરિયાદોનો અંત લાવવાની તૈયારી પણ મનપા દ્વારા કરવામાં આવી છે.
સુરત શહેર મનપા દ્વારા બસોના અકસ્માતોને ગંભીર રીતે લેવામાં આવ્યા છે, ત્યારે હાલમાં ડ્રાઇવરોની ટ્રેનિંગ 3 મહિને થાય છે. તે સમયમાં પણ હવે ઘટાડો કરવામાં આવશે સાથે સાથે BRTS બસોના કોરિડોરની આસપાસ હાલ ગ્રીલ લાગેલી છે. આ ગ્રીલને ઉંચી કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવનાર છે. જેથી લોકો આ ગ્રીને ઓળંગીના શકે આ સાથે સાથે તમામ ગ્રીલ જે છે. તે લાલ રંગથી રંગી દેવામાં આવશે. આ પ્રયાસો સાથે સાથે મનપા દ્વારા ડ્રાઇવરોના માનસ ઉપર થતી અસરોને ધ્યાને લઇ તેમની સાથે વાતચીત પણ કરવામાં આવશે. જેથી કરી ડ્રાઇવર સ્વસ્થ મને બસને હંકારી શકે.
સુરત શહેર મનપા તો હરકતમાં આવી છે. મનપા દ્વારા કરવામાં આવતા પ્રયાસો સામે ડ્રાઇવરો જ ક્વોલીફાય લેવામાં આવે તો જ અકસ્માતો અટકશે નહીં તો અકસ્માતોમાં હજુ પણ કેટલાંક માનવીઓ જીવ ગુમાવતા રહેશે.