ETV Bharat / state

સરકારી શાળાના બાળકોને કોરોનાથી બચાવવા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

author img

By

Published : Mar 14, 2020, 4:40 PM IST

Updated : Mar 14, 2020, 5:20 PM IST

સૂરતની સરકારી શાળાના બાળકોને કોરોના વાયરસની ભીતિથી બચાવવાના પગલાંરુપે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં બાળકોને કોરોનાથી બચાવની સમજ પણ આપવામાં આવી હતી.

સરકારી શાળાના બાળકોને કોરોનાથી બચાવવા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
સરકારી શાળાના બાળકોને કોરોનાથી બચાવવા માસ્ક વિતરણ કરવામાં આવ્યું

સૂરત : વિશ્વભરમાં કોરોના વાયરસ ચિંતાનો વિષય બની ગયો છે. ભારતમાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના કારણે બે મોત થયાં છે. ત્યારે આ વાયરસ માટે લોકોમાં જનજાગૃતિ આવે તેવા પગલાં ઝડપી બનાવવામાં આવી રહ્યાં છે. સૂરત કોર્પોરેશન દ્વારા આને લઇને સરકારી શાળામાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્લમ વિસ્તારમાં રહેતાં અને સરકારી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી જાગૃત થાય અને સાવચેતીના પગલાં ભરે તે માટે મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે સરકારી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કર્યું હતું. શાળામાં વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું કે મધ્યાહન ભોજન કરતાં અને ઘેર જમતી વખતે વારંવાર હાથ ધોવા જોઇએ અને તેઓ પોતાના વાલીઓને પણ વાયરસ અંગે જાણકારી આપે તેવો અનુરોધ કર્યો હતો.

Last Updated : Mar 14, 2020, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.