સુરત: હાલમાં સમગ્ર વિશ્વ અને ભારત કોરોના જેવી મોરી મહામારી સામે લડી રહ્યા છે. આવા સંજોગોમાં આરોગ્યકર્મીઓ,પોલીસકર્મીઓ,પત્રકારો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ આ મહામારી સામે લોકોની સેવા અર્થે બહાર ફરજ બજાવવી પડે છે. આ બહાર ફરજ બજવતા લોકોને માસ્કનું રક્ષણ મળે તે હેતુથી ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 1 લાખ માસ્ક બનાવી તેનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું.
અગામી 4 દિવસોમાં સુરત જિલ્લામાં બહાર ફરજ બજાવતા લોકોને આ માસ્કનું વિતરણ કરવામાં આવશે. ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહીત ઓલપાડ તાલુકા પ્રમુખ બ્રિજેશ પટેલ, કીમના અનેક સામાજિક આગેવાનો આ માસ્ક વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ આગેવાનો મળીને કીમ પોલીસ સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાધના હોસ્પીટલમાં જઈ માસ્કનું વિતરણ કર્યું હતું અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ, આરોગ્યકર્મીઓ અને પત્રકારો પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાની ફરજ બજાવી રહ્યા છે તે માટે તેમનો આભાર માન્યો હતો.
મહામારીની વિકટ પરિસ્થતિમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ લોકોની જે સેવા કરી છે તેણે દિલીપસિંહ રાઠોડે બિરદાવી હતી. તેમણે સુરત જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને જનતાને અપીલ કરી હતી કે, પ્રધાનમંત્રી ફંડના ખાતામાં 100 કે તેથી વધુ રૂપિયાનું દાન કરી આ મહામારી સામે લડત મેળવવા સહયોગી બનો.
આગેવાનો દ્વારા કરવામાં આવેલા માસ્ક વિતરણ કાર્યક્રમને પોલીસકર્મી, મીડીયાકર્મી અને આરોગ્યકર્મીઓએ બિરદાવી તેમનો આભાર માન્યો હતો.