સુરત: ઉતરાયણ પર્વ પર સુરત જિલ્લામાં અનેક દુર્ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લામાં પણ દોરીના લીધે અકસ્માત થયો હતો. કામરેજ ચારરસ્તા પાસે એક બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી યુવકના ગળામાં ભરાઈ ગઈ હતી અને યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ યુવક બેસણા માટે સુરત આવ્યો હતો. જોકે, માત્ર સુરત જ નહીં રાજ્યભરમાં 251 જેટલા કેસ પતંગ ચગાવતી વખતે પડી જવાના સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. 51 લોકો પતંગપર્વ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: Rajkot child died on Uttarayan: વધુ એક બાળકનું દોરીથી ગળું કપાતા મોત
મૃતક મામાના ઘરે આવ્યો હતો: મૃતક યુવકનું નામ સંજય ભાઈ કરશન ભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું તેઓ જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, નનસાડ ગામે રહેતા મામાને ત્યાં સામાજિક કામે આવ્યો હતો અને બાઈક લઇને નનસાડ થી કામરેજ ચારરસ્તા ચક્કર મારવા નીકળ્યો હતો તે દરમિયાન અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવકની ઉમર 32 વર્ષ અને તેઓ એક સંતાનના પિતા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. ઘટનાનો જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Bike rider died kite string: વડોદરામાં બાઇક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત
15 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા: કાતિલ દોરીનો કહેર વર્ષ 2023 ના પહેલા દિવસથી વર્તાયો હતો. 1 જાન્યુઆરી 2023 ના રોજ પણ એક આધેડનું કાતિલ દોરીના કારણે મોત થયું હતું. કામરેજના નવાગામ ખાતે રહેતા ૫૨ વર્ષીય બળવત ભાઈ પટેલ નોકરી પરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન કામરેજ ચારરસ્તા પાસે દોરી ગળામાં ભરાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે કામરેજ તાલુકામા 15 દિવસમાં બે લોકોએ દોરીના કારણે જીવ ગુમાવ્યા છે.(surat BIKER THROAT WAS CUT BY A KITE STRING )