ETV Bharat / state

કોરોનાને કારણે સુરતમાં શનિવારે શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું, રવિવારે સેંકડો લોકો ઉમટી પડ્યા - સુરત કોરોના અપડેટ

સુરત શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. એક તરફ મ.ન.પા. દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના સહારા દરવાજા ખાતે શાકભાજીના વિક્રેતાઓ ભીડ એકત્રિત કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.

સુરતમાં શનિવારે કોરોનાને લઈને શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું

author img

By

Published : Mar 28, 2021, 4:28 PM IST

Updated : Mar 28, 2021, 5:09 PM IST

  • શાકભાજી માર્કેટમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ
  • પુણા કુંભારીયા રોડ APMC માર્કેટની સામે લોકોની ભીડ
  • રવિવારની સવારે ફરી વખત ભીડવાળા દ્રશ્યો નજરે પડ્યા

સુરત: શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે શહેરના દરવાજા ખાતે શાકભાજી વિક્રેતાઓ ભીડ એકત્રિત કરીને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. પુણા કુંભારીયા રોડ પર આવેલા APMC માર્કેટની સામે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, કોરોનાને લઈને શનિવારે જ માર્કેટ બંધ કરાવવમાં આવ્યુ હતું. આજે રવિવારની સવારે ફરી એ જ ભીડવાળા દ્રશ્યો સામે આવ્યા હતા.

કોરોનાને કારણે સુરતમાં શનિવારે શાકભાજી માર્કેટ બંધ કરાવ્યું, રવિવારે સેંકડો લોકો ઉમટી પડ્યા

આ પણ વાંચો: દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ

મેયર હેમાલીબેન બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ઝપેટમાં

સુરતમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજ 700 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાય છે. જો સુરતની વાત કરવામાં આવે શનિવારના રોજ નવા 760 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે જ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મ.ન.પા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા

શાળાના 13 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત

સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ, વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 25 વેપારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, 4 વકીલ, બેન્કના 2 કર્મચારીઓ, બિલ્ડર, લેબ ટેક્નિશિયન, સ્ટેશનરીની દુકાન ધરાવનારા સહિત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 7 વ્યક્તિઓ અને ટેક્સટાઇલ ઉદ્યોગના 6 લોકો કોરોનાના સંક્રમણ માં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણને લઈ APMC માર્કેટમાં એન્ટ્રી પાસ ફરજિયાત કરાયા

સુરત સિટીમાં એક જ દિવસમાં 607 પોઝિટિવ કેસો નોંધાયા

સુરત સિટીમાં 607 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. સુરત ડિસ્ટ્રીક્ટમાં 153 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં 47,855 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે અને ડિસ્ટ્રીક્ટમાં 14,500 દર્દી નોંધાયા છે. સિટી અને ડિસ્ટ્રીક્ટ મળીને કુલ 62,355 લોકો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી કુલ 57,605 ડિસ્ચાર્જ થયા છે. શનિવારે વધુ 2 લોકોના મોત સાથે અત્યાર સુધીમાં 1,163 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે.

Last Updated : Mar 28, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.