સુરત: કાપડ માર્કેટમાં માર્ચથી જૂન દરમિયાન લગ્નની સિઝન વેપારીઓ માટે વેપારીક સમયગાળો હોય છે. આ મહિનામાં વેપારીઓ 50 ટકા જેટલો વ્યવસાય કરતા હોય છે.ટેન્ટ શમિયાનાના કાપડ બનાવનાર વ્યવસાયિકો કે જેનો આ સિઝનમાં ધંધાનો 70 ટકા જેટલો વધારો હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. સાથે લગ્નની સિઝનમાં 50થી વધુ લોકો સામેલ ન થાય તેની ગાઈડલાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ જ કારણ છે કે સુરતના ટેન્ટ વેપારીઓ વેપાર કરી શક્યા નથી અને આજે કરોડો રૂપિયાનો માલ તેમના માર્કેટમાં પડયા છે.
ટેન્ટ-શમિયા ઉદ્યોગને 300 કરોડનું નુકશાન : કરોડો રૂપિયાનો માલ તેમના ગોડાઉનમાં પડ્યો છે વેપારી મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશભરમાં 90 ટકા ટેન્ટ શમિયાનાના કાપડ સુરતથી જાય છે.પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે કંઇ થઈ શક્યું નથી. પરિણામે, ટેન્ટ-શામિયાના કાપડના વેપારીઓની તમામ પ્રકારની તૈયારીઓ મુશ્કેલીમાં આવી ગઈ હતી. પહેલાનું પેમેન્ટ પણ અટવાયું છે.પરંતુ આ વર્ષે વેપારીઓની સ્થિતિ દયનીય બની છે ને પણ પગાર આપવા માટે પૈસા નથી.જે કાપડ મોકલવામાં આવનાર હતા તે હાલ માર્કેટમાં પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગણપતિ મહોત્સવમાં એકલા મહારાષ્ટ્રથી સુરત કાપડ મંડળીમાં 50 થી 100 કરોડ કપડાંજ ટેન્ટ શમિયાના માટે ખરીદવામાં આવતાં હતાં. જે આ વખતે થઈ શક્યા નથી. હાલ આવનાર લગ્ન તારા સિઝનના કારણે હવે વેપારીઓને નવી આશા જાગી છે અને સરકાર પાસે માંગ કરી છે કે લગ્ન માં 50 થી વધુ લોકોને બોલાવવામાં આવે તેવી ગાઈડલાઈન સરકાર બહાર પાડે.. લગ્નમાં પાંચસોથી હજાર લોકોને બોલાવવામાં આવશે તો ઉદ્યોગ ફરીથી ધમધમતું થશે અને જીડીપીમાં પણ વધારો થશે.. વેપારી મનીષભાઈએ જણાવ્યું હતું કે કેટલાક વેપારીઓ આ ધંધો છોડી બીજા વ્યવસાય સાથે જોડાઈ ગયા છે સરકારને આ અંગે વિચારવું જોઈએ.