ETV Bharat / state

White Spot Syndrome In Shrimp: દ. ગુજરાતના તળાવોમાં ઝીંગામાં 'વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ' દેખાયો, ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 12:40 PM IST

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલતા ઝીંગા ફાર્મિંગના વ્યવસાય ઉપર મોટી આફત આવી છે. તળાવોમાં ઉછરી રહેલા ઝીંગામાં વ્હાઈટ સ્પોટ સિન્ડ્રોમ રોગ દેખાતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ
ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ
ઝીંગા ફાર્મિંગના વ્યવસાય ઉપર મોટી આફત

સુરત: ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. ઝીંગાની રાજ્ય બહાર મોટી માંગ હોવાથી અહીંના મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે. ઝીંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવો પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ નામનો રોગ આવતો રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ 2020માં ઝીંગામાં ‘વ્હાઈટ ટચ’ નામનો નવો રોગ નોધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં એક માત્ર વર્ષે ઝીંગા ઉછેર ખેતી થકી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝીંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ચપેટમાં આવતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ
તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ

ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં: ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝીંગા ઉછેર કરાય છે. ત્યારે ભગવા, મોર, લવાછા, દેલાસા, કુદીયાણા, સરસ જેવા ગામોમાં હાલના તબક્કે ઝીંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’એ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ હજુ અનેક તળાવોમાં ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. ઝીંગાના જે તળાવોના ખેડૂતો દ્વારા રોગ બાબતે પૂરતી તકેદારી લીધી છે અને ‘વ્હાઈટ સ્પોટ’ રોગથી બચ્યા છે એવા ખેડૂતો હાલ ઝીંગાનો પાક બચાવવા મોટી મથામણ કરી રહ્યા છે.

ઝીંગામાં વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ રોગ
ઝીંગામાં વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ રોગ

વેપારીઓ માલ લેવા તૈયાર નથી: જિલ્લામાં ત્રણ વર્ષ બાદ જોવા મળેલ ‘વ્હાઈટ સ્પોટ’રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા છે. ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં વેનામાઈ અને ટાઈગર એમ બે ઊંચી જાતિના ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે. બંને જાતના ઝીંગાની બજારમાં મોટી માંગ છે. હાલમાં તળાવો ‘વ્હાઈટ સ્પોટ’ ની ઝપેટમાં આવતા ઝીંગાનો ભાવ ખુબ નીચે ગયો છે. વેપારીઓ માલ લેવા તૈયાર નથી. રોગને કારણે અનેક સમસ્યાનો ખેડૂતોએ સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાનાં કાંઠાના મહત્તમ ગામોમાં તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ થઈ રહ્યો છે. ત્યારે જ વરસાદ લંબાતા અત્યાર બાદ વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ વાયરસ જોર પકડે તેમ હોવાથી ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ વર્તાઇ રહી છે.

ઓલપાડ તાલુકામાં ઝીંગાની ખેતી કરતા ખેડૂત સુનીલ ભાઈએ જણાવ્યું હતું કે આ રોગની કોઈ જ દવા હજુ સુધી માર્કેટમાં આવી નથી. જે પણ ઝીંગાને આ રોગના લક્ષણો દેખાય તેઓને બહાર કાઢી જમીનમાં દાટી દેવામાં આવે છે. આ રોગને કારણે ખુબ જ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે.

કોઈ દવા શોધાઈ નથી: નિષ્ણાતોના કહેવા મુજબ ‘વ્હાઈટ ટચ’ અને 'વ્હાઇટ સ્પોટ' આ બન્ને રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી એક અંદાજ મુજબ એક ખેડૂતને ઓછામાં ઓછું 30 લાખથી લઈ 90 લાખ સુધીનું નુકસાન થતું હોવાથી અંદાજિત રૂપિયા 100 કરોડ સુધીનું નુકસાન થાય છે. વાયરસથી ફેલાતા આ રોગની ચપેટમાં આવતા તળાવોમાં તૈયાર થયેલા ઝીંગાનો પાક ખૂબ ઓછા સમયમાં સંપૂર્ણપણે નાશ થાય છે. ‘વ્હાઈટ ટચ’ ની માફક વ્હાઇટ સ્પોટ સિંડ્રોમની અસર થતા ઝીંગા ટપોટપ નાશ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.

ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ
ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ

કઈ રીતે થાય છે આ રોગ: દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકાના ઝીંગા ઉછેર ઉદ્યોગ પર 'વ્હાઈટ ટચ' બાદ ત્રણ વર્ષે ફરી ‘વ્હાઈટ સ્પોટ’ નામનો રોગ જોવા મળ્યો છે. આ રોગ પાણીમાં ખરાબી આવવાને કારણે થાય છે. જયારે ‘વ્હાઈટ સ્પોટ’ પર નિયંત્રણ મેળવવા અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી જેના માટે તળાવ પર સાવચેતી એ જ પ્રાથમિક રક્ષણ છે. વ્હાઇટસ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ફેલાય છે. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જીવલેણ છે, તેનાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં પીઠ પર સફેદ ચકામા અને હિપેટોપાનક્રીસ (પાચકગ્રંથીના અવયવો) લાલ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે.

  1. Shrimp Farming: ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા પાટીલે દરિયાકાંઠાના ગામલોકોને ઘર દીઠ તળાવ ફાળવવા સરકારને કર્યું સૂચન
  2. ગેરકાયદેસર ઝીંગા ફાર્મને મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.