ETV Bharat / state

Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ - સુરતમાં હેક કેસ

સુરતમાં લોજીસ્ટીક કંપનીની સિસ્ટમ હેક ઓર્ડરની (logistics company System hack) એન્ટ્રી ઉભી કરનાર બેજાબાજોની ઝડપાયા છે. લોજીસ્ટીક કંપનીએ પીકઅપ કે ડિલિવરી કર્યા જ નહોતા છતાં ડિલિવરી કર્યા હોવાનું સિસ્ટમમાં બતાવ્યું હતું. જેને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. (company System hack case in Surat)

Surat Crime : કંપનીની સિસ્ટમ હેક કરી ઓર્ડરની એન્ટ્રી ઉભી કરનાર ભેજાબાજોની ધરપકડ

author img

By

Published : Jan 27, 2023, 3:57 PM IST

સુરતમાં કંપનીની સિસ્ટમ હેક કરનારા ઝડપાયા

સુરત : હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત લોજીસ્ટીક કંપનીની સિસ્ટમ હેક કરી કોઈ ભેજાબાજે 2648 ઓર્ડરની એન્ટ્રી ઉભી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. કંપનીએ ત્રણ દિવસમાં મીસો કંપનીને મળેલા ઓર્ડર લોજીસ્ટીક કંપનીએ પીકઅપ કે ડિલિવરી કર્યા જ નહોતા છતાં તેને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવરી સિસ્ટમમાં હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

શું હતો સમગ્ર મામલો : સુરતના હજીરા પલસાણા હાઇવે સોનારી સ્થિત એક્સપ્રેસ બીજ બીઝીબી લોજીસ્ટીક સોલ્યુશન પ્રા. લી. કંપની મીસો, ટાટા, મયંત્રા, એમેઝોન, ફ્લિપકાર્ટ, વન એમજી, પામેજી જેવી અલગ અલગ કંપનીને ગ્રાહક પ્રોડક્ટનો ઓર્ડર કરે તે સેલર પાસે મેળવી ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે માટે ડેવલોપ કરેલી સિસ્ટમ હેઠળની એક એપ મારફતે કુરીયર બોય કુરિયર સ્કેન કરી મેળવીને કંપનીની બ્રાન્ચ ઓફિસમાં આપે પછી તેની એન્ટ્રી સિક્યુરિટી ગાર્ડ રજીસ્ટરમાં કરે છે અને બાદમાં તે કુરીયર સચીન ઓફિસે આવ્યા બાદ ફરી સ્કેન કરી પીનકોડ વાઇઝ અલગ અલગ બેગો બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેની તમામ માહિતી લોજીસ્ટીક કંપનીની પુના સ્થિત ઓફિસે ઓનલાઈન જોઈ શકાય છે.

આ પણ વાંચો : પાટણ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, રૂપિયાની માંગણી કરતા મેસેજ આવ્યા સામે

ઓર્ડર કસ્ટમરને મળ્યા નથી : દરમિયાન, ગત 9 જુલાઈ 2022ના રોજ પુનાની ઓફિસથી સુરત ઓફિસના એસોસીએટ મેનેજર ગુલશનપાલ યશપાલ ભાસીનને જાણ કરાઈ હતી કે મીસો કંપનીના 2648 ઓર્ડર કસ્ટમરને મળ્યા નથી પણ સિસ્ટમમાં તેની ડિલિવરી થયાનું દેખાય છે. આથી તેમણે ચેક કર્યું તો 6થી 9 જુલાઈ સુધીમાં કુલ 2648 ઓર્ડર મીસો કંપનીને મળ્યા હતા પણ ઓર્ડરની પ્રોડક્ટ કંપનીએ પીકઅપ કે ડિલિવર કર્યા જ નહોતા. છતાં તેને બેથી ચાર કલાકથી લઈ એકથી બે દિવસમાં ડિલિવરી કર્યા હોવાનું સિસ્ટમમાં બતાવ્યું હતું. આ ફરિયાદના આધારે સાયબર પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Cooperative Bank Server Hack: તમિલનાડુ કોઓપરેટિવ બેંકનું સર્વર હેક, દિલ્હીથી કરાઈ ધરપકડ

એસોસીએટ મેનેજર ફરિયાદ કરી હતી : સાયબર ક્રાઈમના ACP યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈકે કંપનીની સિસ્ટમ હેક કરીને ઓર્ડરની એન્ટ્રી ઉભી કરી હોવાની આશંકાના આધારે એસોસીએટ મેનેજર ગુલશનપાલ યશપાલ ભાસીને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજરોજ અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જે બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.