સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી એક વોર્ડ નંબર 16 પણ છે. આ વિસ્તારને પૂના વિસ્તાર તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. હાલ પણ અહીં પ્રાથમિક સુવિધા નથી. ખાસ કરીને રોડ રસ્તા સહિત ખાડીમાંથી નીકળનાર ગંદકીનો પ્રશ્ન યથાવત છે. એટલું જ નહીં 24 કલાક પાણીને લઈ પણ સમસ્યા ઊભી થાય છે. પાણીના બિલ પણ ખૂબ જ વધારે આવે છે. વારંવાર આ બાબતને લઈ ત્યાંના સ્થાનિકો રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પર વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સ્થાનિક સાથે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર પણ હાજર હતા. તો સાથે તેઓ પણ વિરોધમાં જોડાયા હતા.
બાઈક ઉપર બેસીને નીકળવા લાગ્યા: પોતાની વિવિધ માંગણીઓને લઈ વોર્ડ નંબર 16 ના સ્થાનિકો અને ખાસ કરીને તેમાં પણ મહિલાઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પહોંચ્યા હતા. ત્યાં તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોતાની માંગણીઓને લઈ તેઓ મેયરને મળવા પણ માંગતા હતા. પરંતુ આ વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા પાછલા બારણેથી પોતાની ગાડી મુખ્ય કચેરી છોડીને પીએ ના બાઈક ઉપર બેસીને નીકળવા લાગ્યા હતા. તેને લોકો જોઈ લેતા મેયરને રોકવા માટે પ્રયાસ પણ હાથ ધર્યું હતું. પરંતુ તેઓ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર પીએની બાઈક પર બેસીને ભાગી ગયા હતા.
" સૌપ્રથમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આવ્યા હતા. સોસાયટીની સમસ્યા અંગેની વાત કરી હતી. સમસ્યા અંગે તરત જ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. અધિકારીઓ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા આ રોડના જે રસ્તાઓ છે તે ટીપી સાથે મેચ થયા છે. સૌપ્રથમ ટીપી રોડ પર ડ્રેનેજની પાઇપ નખાશે. ત્યારબાદ ટીપી સાથે જે સોસાયટીના રસ્તા જોડાશે તેને એક બાદ એક બનાવવામાં આવશે."-- હેમાલી બોઘાવાલા ( મેયર - સુરત)
આમ આદમી પાર્ટીનું ષડયંત્ર: આ તમામ પ્રકારની માહિતી પાર્ટીના કોર્પોરેટરને આપવામાં આવી હતી. તેમ છતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મેયર ઓફિસમાં ગેરવર્તન કરી બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી મારા માર્શલે દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. એટલું જ નહીં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે. પાયલબેન તેઓએ નીચે જઈ સ્થાનિકો સામે પોતાનો વર્ચસ્વ બતાવવા માટે જવાબ આપો જવાબ આપો કરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા માત્ર આમ આદમી પાર્ટીનો કાવતરું છે.
મેયરએ યોગ્ય જવાબ આપ્યો ન હતો: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કાંકરિયા જણાવ્યું હતું કે, રજૂઆત સાંભળવા બાદ પણ યોગ્ય જવાબ નહીં આપી તેઓ પોતાના પર્સનલ આસિસ્ટન્ટની બાઈક પર બેસીને ભાગી રહ્યા હતા. પદ તેમને જવાબદારી માટે આપવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ ભાગી રહ્યા હતા. એટલું જ નહીં તેઓ માર્શલેની મદદથી ક્યા કચેરી છોડી ભાગી રહ્યા હતા. જ્યારે અમે મેયરને મળવા ગયા ત્યારે તેઓએ યોગ્ય જવાબ પણ આપ્યો ન હતો.