- EVMને ડીસ્પેચિંગ કરવામાં આવ્યા
- સુરતના 2 સ્થળે આ ઈ.વી.એમ મોકલવામાં આવશે
- ચૂંટણીમાં 42 ટકા જેટલું થયું મતદાન
સુરત: સ્થાનિક સ્વરાજની 120 બેઠકો ઉપર 30 વોર્ડના 484 જેટલાં ઉમેદવારોએ મતદાન કર્યું છે. ત્યારબાદ સાંજે 6:00 વાગ્યા સુધીમાં 42 ટકા જેટલું મતદાન થયું છે. 2015માં પણ આજ પ્રકારે મતદાન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 42 ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું હતું અને હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ EVMને ડીસ્પેચિંગ કરવામાં આવી રહ્યું છે.
બે કોલેજોમાં મત ગણતરી થશે
હાલ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ EVMનું ડીસ્પેચિંગ સિલબંધ કરીને આ EVMને ચૂંટણી પંચ અધિકારીઓના નિગરાની હેઠળ સુરતના બે જગ્યા ઉપર મુકવામાં આવશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અને SVNIT કોલેજમાં મોકલવામાં આવશે. 23 તારીખે મત ગણતરી સુરતના આ બે કોલેજોમાં કરવામાં આવશે.
લોકોએ કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતની વાત કરીએ તો તેમાં 42% જેટલું મતદાન કરવામાં આવ્યું છે. સૌથી વધારે વોટ આપનાર વિસ્તારની વાત કરવામાં આવે તો, સુરતના વરાછા, કતારગામ, અમરોલી, સરથાણા, પુણાગામ, નવસારી બજાર, ઉના પાણી રોડ, ઉધના, પાંડેસરા, સચિન જેવા વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હોય એવું લાગી રહ્યું છે. તેનું કારણ કેમ હોઈ શકે છે કે, ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં જે પણ વિકાસ થવાનો હોય વિકાસ થયા ના હોય લોકોની માંગ પૂરી ના થઈ હોય તે લોકોએ વધુ મત આપ્યા હતા. બીજી બાજુ મજુરા ગેટ, અઠવાગેટ, ઉમરા, વેસુ, ડુમસગામ, અભવાગામ જેવા વિસ્તારોમાં ખૂબ જ ઓછું મતદાન થયું હોય એમ લાગી રહ્યું છે.