ETV Bharat / state

Penalty littering in Surat: CCTV નીચે છો તમે, કચરો ફેંકશો તો દંડ, શહેરને નંબર વન બનાવવા પાલીકાએ કમરકસી - સુરત સમાચાર

સુરત શહેર ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન (Penalty littering in Surat) મેળવે આ માટે મહાનગરપાલિકાએ કમર કસી લીધી છે. સુરતમાં હવે જાહેરમાં ગંદકી કરનારા લોકોને પકડી ગંદકી ન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દંડ ફટકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. (Surat Municipal Corporation)

Surat : શહેરને નંબર વન બનાવવા કમરકસી, કચરો ફેંકશો તો દંડ, CCTV નીચે છો તમે

author img

By

Published : Jan 20, 2023, 4:40 PM IST

સુરત મનપાના અધિકારીઓ લોકોને સ્વચ્છતાને લઈને આપી રહ્યા સમજણ

સુરત : છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરને સ્વચ્છતામાં દેશમાં બીજો નંબર પ્રાપ્ત થઇ રહ્યો છે. બીજા નંબરથી પહેલો નંબર મેળવવા માટે સુરત મનપાએ કમર કસી લીધી છે. દરેક ઝોનની અંદર જાહેર રોડ પર ગંદકી કરનારા લોકો રોકવા માટે મનપાની ટીમ સતત મોનીટરીંગ શરૂ કર્યું છે. સ્વચ્છતા અંગે અને જાહેરમાં ગંદકી ન કરવા સમજણ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દંડ ફટકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

CCTV કેમેરા શહેરમાં ગંદકી કરવાવાળા પર નજર રાખવા-રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ CCTV કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. શહેરમાં 2500 જેટલા CCTV કેમેરા છે, પરંતુ પાલિકાએ 200 ન્યુસન્સ પોઈન્ટ ઓળખી કાઢ્યા છે. જ્યાં લોકો વધારે ગંદકી કરતા હોય છે. આ તમામ પોઇન્ટ પર CCTV કેમેરાના માધ્યમથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓ હવે સ્પોટ પર ઉતરી ગયા સુરત શહેરમાં જો કોઈ શહેરીજન જાહેરમાં કચરો નાખે તો તેને રોકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે શહેરમાં જાહેરમાં ગંદકી કરનારા લોકોને પકડવા માટે મનપાએ રોડ પર ટીમ ઉતારી છે. સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે પણ સખતી વાપરવામાં આવી રહી છે. ગાર્બેજ કલેક્શનની ગાડીઓમાં હવે સુકો અને ભીનો કચરો અલગથી નાખવા લોકોને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : સ્વચ્છતા અગ્રેસર સુરતને નંબર 1 લાવવા મનપાનું જમ્બો સફાઈ અભિયાન

ખામીઓને દૂર કરવા અધિકારીઓ ઘણા લોકો સુખા અને ભીના કચરાને એક સાથે ગાર્બેજની ગાડીઓમાં નાખી દેતા હોય છે, જેના કારણે અવ્યવસ્થા સર્જાય છે. સુરત મહાનગરપાલિકા તમામ નાની-મોટી બાબતો પર ધ્યાન આપી રહી છે. જેના કારણે તે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નહિ પરંતુ બીજો ક્રમે આવે છે. તમામ ખામીઓને દૂર કરવા માટે અધિકારીઓ હવે સ્પોટ પર ઉતરી ગયા છે.

આ પણ વાંચો : રંગીલા શહેરમાં કરોડો રૂપિયાની ફાળવણી, પરંતુ કચરાના ઢગલા તો યથાવત્ જ

કચરો નહી ફેકવા સમજણ મનપાના અધિકારી પ્રશાંત પાટીલે જણાવ્યું હતું કે, શહેરમાં ગંદકી ન થાય આ માટે તમામ અધિકારી અને કર્મચારીઓ હાલ દરેક એવા સ્પોટ પર જઈ રહ્યા છે, જ્યાં લોકો ગંદકી કરતા હોય છે. લોકોને પકડીને જાહેરમાં કચરો નહી ફેંકવા સમજણ આપવામાં આવી રહી છે અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. લોકો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી આવે ત્યારે તેમાં ભીનો અને સૂકો કચરો અલગ કરીને કચરો ફેકતા નથી. બીજી બાજુ કચરો જાહેર સ્થળ પર ફેંકી દેતા હોય છે. આ તમામને સમજાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં દંડ ફટકારવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.