સુરત : સુરત શહેરમાં લક્ઝરી બસ પ્રવેશ અંગે હવે ધારાસભ્ય કિશોર કાનાણી અને લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશન આમનેસામે છે. ત્યારે ધારાસભ્ય કિશોર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે કે સુરત શહેરમાં સરકારી એસટી બસ સ્લીપર બસને પ્રવેશ આપવામાં આવે. સરકારી સ્લીપર બસો શરૂ કરવી જોઈએ, એવી પણ માંગણી કરી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી પત્ર લખ્યો સુરત શહેરના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આજરોજ શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાંથી સરકારી સ્લીપર S.T. બસ ચાલુ કરવા બાબતે પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ થી લાખો લોકો ધંધાર્થે સુરત ખાતે આવેલ છે, અને તેઓની વતનમાં અવર-જવર થતી હોય છે. તેઓને વતનમાં જવા-આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે, અને પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનમાની ચલાવી મન પડે તેવા ભાડા વસુલવામા આવે છે. તો લોકોની એવી માંગણી છે કે પ્રાઇવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઈએ, એવી મારી પણ માંગણી છે, તો તાત્કાલિક ધોરણે સરકારી સ્લીપીનીંગ બસો શરૂ કરવા મારી આપને ભલામણ સહ વિનંતી છે.
શું હતો મામલો સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે લક્ઝરી બસનો સમય રાત્રે 10:00 થી સવાર 07:00 વાગ્યા સુધીનો રહેશે. જોકે છેલ્લા ઘણા સમય થી શરથાણા વરાછા કાપોદ્રા વિસ્તારમાં 07:00 વાગ્યાથી જ લક્ઝરી બસો પ્રવેશ કરવા લાગે છે. જેના થકી ટ્રાફિકની સમસ્યાઓ થાય છે. જેને લઈને વરાછા વિસ્તારના ભાજપના સાંસદ કિશોર કાનાણીએ ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી આ સમસ્યાનું નિરાકરણ લાવવા દરખાસ્ત કરી હતી અને ત્યારબાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને સાંજે 07:00 વાગ્યે શહે૨માં પ્રવેશ કરી રહેલી લક્ઝરી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સૂચના આપવામાં આવી હતી. આ પહેલા બસ એસોસિએશન દ્વારા ફેસબુકના માધ્યમથી લોકોને માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો Kumar Kanani letter : વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો, ચીમકી સાથે કરી રજૂઆત
બસમાલિકોના આકરા તેવર આ મામલે સુરત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને સાંજે 07:00 વાગ્યે શહે૨માં પ્રવેશ કરી રહેલી લક્ઝરી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ લક્ઝરી બસ એસોસિએશન દ્વારા ફેસબુકના માધ્યમથી તમામ બસો 10 વાગ્યા પહેલા પ્રવેશ પર પ્રતિબંધની માહિતી લોકોને આપવામાં આવી હતી. તે માટે એસોસિએશનટ્રાફિક પોલીસ અને કુમાર કાનાણીને જવાબદાર ગણાવી રહી છે. તો સુરતથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તરફ લાખોની સઁખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે તે તમામ મુસાફરોને શહેરથી દૂર આવીને લક્ઝરી બસમાં મુસાફરી કરવી પડશે. આ બાબતે બસ એસોસિઅનના પ્રમુખ દિનેશ અણઘણ જણાવ્યું કે, આ ધારાસભ્ય ભલે પત્ર લખ્યો છે પરંતુ અમે અમારી વાતથી પાછળ નથી હટવાના. અમે અમારી તમામ બસ કામરેજ વાલક પાટીયાથી જ ઉપાડીશું.