સુરત: છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો વધ્યો છે.જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હાલ માર્ચ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં આ ગરમી હજુ પણ વધશે. ગરમીથી બચવા માટે લીંબુ સંજીવનીનું કામ કરે છે. આ માટે લોકો સિકંજી અને લીંબુ શરબત વધારે પીવાનું પસંદ કરે છે. પરંતુ ગરમી વધવાની સાથે લીંબુનાં ભાવોમાં પણ ચાર ગણો વધારો થયો છે. ગરમીને લીધે લીંબુની માંગ વધી છે અને સામે સપ્લાય ઘટી છે. ગુજરાતમાં લીંબુની વાડી નહીવત હોવાના કારણે સપ્લાય ચેનમાં સમસ્યા થાય છે.
માર્ચ મહિનાની શરૂઆત: માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ માર્ચ મહિનાના ત્રીજા દિવસે જ પારો સુરતમાં 39.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આવનાર દિવસોમાં ભીષણ ગરમી પડે તેવી સંભાવનાઓ છે. આવી પરિસ્થિતિમાં ગરમીથી બચવા માટે તેમજ ઠંડક મેળવવા માટે લીંબુનો વપરાશ સૌથી વધુ કરતા હોય છે. પરંતુ જ્યારથી ગરમીની શરૂઆત થઈ છે. ત્યારથી લીંબુના ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. હાલ સુરતના બજારમાં લીંબુ 120 થી લઇ 150 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. અનુમાન છે કે જ્યારે ગરમી વધશે.આવનાર દિવસોમાં જ્યારે રમઝાન માસની શરૂઆત થશે ત્યારે લીંબુના ભાવમાં હજુ વધશે.
લીંબુ વેચાય: ગુજરાતમાં લીંબુની વાડી નથી. જેથી મહારાષ્ટ્ર અને કર્ણાટક પર લીંબુ માટે આશ્રિત રહેવું પડતું હોય છે. ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્ર તરફ લીંબુની વાડી છે. જે લીંબુ અમદાવાદ અને વડોદરા સુધી જ પહોંચે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક થી આવતા લીંબુ વેચાય છે. ગરમી વધારે છે અને તેમની ડિમાન્ડ વધી છે તેની સામે સપ્લાય ઓછી છે. જેથી લીંબુની અછત પણ થઈ રહી છે--એપીએમસી માર્કેટના વેપારી બાબુભાઈ
આ પણ વાંચો Surat Double murder: રોકડા એ રક્ત વહેવડાવ્યું, પૈસાના મામલે ખેલાયો ખૂની ખેલ
વધારો થઈ શકે: તેઓએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા છૂટક બજારમાં લીંબુ રૂપિયા 20 થી 30 પ્રતિ કિલો રૂપિયા મળતા હતા. આજે શહેરના જુદા જુદા છૂટક બજારોમાં લીંબુ પ્રતિ કિલોએ રૂપિયા.120 થી 140 ના ભાવે વેચાઇ રહ્યા છે.આવનાર દિવસોમાં ગરમી વધશે અને બીજી બાજુ રમઝાન માસની પણ શરૂઆત થશે. ત્યારે લીંબુની ડિમાન્ડ વધુ જોવા મળશે. ત્યારે પણ ભાવમાં વધારો થઈ શકે છે.