ETV Bharat / state

છેડતીથી નાસીપાસ થવાના બદલે 42 વર્ષે શરુ કર્યુ કરાટે શિખવાનું, મેળવ્યો બ્લેક બેલ્ટ - gujarat

સુરતઃ 'Age is just a number' અંગ્રેજીની આ કહેવતને સુરતની 47 વર્ષીય પિંકી મોદીએ સાચી સાબિત કરી છે. 40 વર્ષ પછીની મહિલાઓ એવું વિચારવા લાગે છે કે હવે જીવન પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ પિંકીબેન સાથે બનેલી એક ઘટના પછી તેમણે 42ની ઉંમરે કરાટે શિખવાનું શરુ કર્યુ. માત્ર શિખવા ખાતર જ નહીં પરંતુ આગળ વધી તેમણે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.

છેડતીથી નાસીપાસ થવાના બદલે 42 વર્ષે શરુ કર્યુ કરાટે શિખવાનું, મેળવ્યો બ્લેક બેલ્ટ
author img

By

Published : Jul 13, 2019, 1:14 PM IST

સુરતના પિંકીબેન મોદીની ઉંમર 42 વર્ષની હતી ત્યારે તેમની સાથે એક ઘટના બની હતી. સરદાર બ્રિજ પર બાઇક લઇને જતી વખતે અમુક છોકરાઓએ તેની છેડતી કરી હતી. આ ઘટના પછી તેમણે મનોમન વિચારી લીધું હતું કે હવે પછીથી તેઓ પોતાનું રક્ષણ પોતે જ કરશે. દ્રઢ નિર્ધાર પછી 42વર્ષની આયુમાં તેમણે કરાટે શિખવાનું શરુ કર્યુ. આજે દરેક ઉંમરની સ્ત્રી માટે પિંકીબેન મોદી મિશાલ બની ગયા છે. કારણ કે, પાંચ વર્ષમાં તેણે કરાટે શિખવામાં એટલી હદે મહેનત કરી કે, તેમણે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. જે ઉંમરે મહિલાઓમાં બીમારી ઘર કરી જાય અને દવાઓના સહારે જીવન વિતાવવુ પડે એવા સમયમાં તેમણે હાડકા તોડવાની તાકાત મેળવી લીધી છે.

આત્મસુરક્ષા માટે સુરતના પિંકીબેન 42ની ઉંમરે કરાટે શિખ્યા, મેળવ્યો બ્લેક બેલ્ટ
આ અંગે તેઓ જણાવે છે કે, સરદાર બ્રિજ પર છેડતીની ઘટના પછી એમને સ્વરક્ષા અંગે વિચાર આવ્યો. સમાજ શું કહેશે, પરિવાર શું કહેશે તેની ચિંતા કર્યા વગર તેમણે કરાટેમાં ગોલ્ડ, સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેઓ હવે પોતાની સાથે-સાથે અન્ય મહિલાઓની પણ હવે રક્ષા કરી શકે છે. કરાટે શિખવાથી તેમનામાં આત્મવિશ્વાસનો પણ વધારો થયો છે.

પિંકીબેનના ટ્રેનર વિસપી કાસટે જણાવ્યુ હતું કે,જ્યારે પિંકીબેન કરાટે શિખવા માટે આવ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેમને લાગ્યુ કે તેઓ તેમના બાળકોને કરાટે ક્લાસમાં મુકવા આવ્યા હશે. પરંતુ પિંકીબેને શિખવાનું શરુ કર્યુ હતું.વરસાદ,ગરમી કે કોઈપણ મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે કરાટે શિખવાનું ચાલુ રાખ્યુ હતું. તેમનો ઉત્સાહ જોઈને પોતે પણ શિખવાડવા માટે ઉત્સાહીત રહેતા હતાં.

શીખવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. શીખવા માટે ઉત્સાહ અને જુસ્સો હોવો જરુરી છે. જીવનમાં એક એવી કોઇ ઘટના બને છે જે વ્યક્તિને જ નહી તેના સમગ્ર જીવનને બદલી નાખે છે તે પિંકી મોદીએ સાબિત કર્યું છે. જે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

Intro:સુરત : 'Age is just a number' અંગ્રેજીની આ કહેવતને સુરતની 47 વર્ષીય પિંકી મોદીએ સાચી સાબિત કરી છે.40 વર્ષ પછીની મહિલાઓ એવું વિચારવા લાગે છે કે હવે જીવન પૂર્ણ થઈ ગયુ છે.. હવે શું કરવાનુ પરંતુ આ સમય છે જેનો દરેક મહિલાઓ સારી રીતે સતત ઉપયોગ કરી શકે છે.સુરતના સરદાર બ્રિજ પર પિંકી ની છેડતી થઈ હતી અને સ્વરક્ષા માટે તેને કરાટે શિખવાનું મન બનાવી લીધુ અને બની ગઈ કરાટેમા બ્લેક બેલ્ટ ચેમ્પિયન .

Body:40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ વિચારતી હોય છે કે હવે શુ શીખવાનું અને શું નવુ કરવાનું ? હવે તો ઉંમર થઈ ગઈ, પરંતુ કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય.સુરતની પિન્કી મોદીએ મન મનાવી લીધુ કે મારે મારી સુરક્ષા માટે કરાટે શીખવુજ જોઈએ અને મારે મારી સુરક્ષા જાતે જ કરવી છે અને આજે પિન્કી મોદી 40 વર્ષ થી મોટી મહિલાઓ માટે મિશાલ બની ગઈ.47 વર્ષની પિંકીએ કડી મહેનત કરી કરાટે મા બ્લેક બેલ્ટ હાસિલ  કર્યો છે. આ અંગે તેઓ જણાવે છે કે જ્યારે તેઓ 42 વર્ષના હતા ત્યારે એક દિવસ સુરતના સરદાર બ્રિજ પર બાઇક લઇને જતી હતી ત્યારે અમુક છોકરાઓ એ તેની છેડતી કરી હતી. ત્યારે પિંકીમાં હિંમત ન હતી એટલે ત્યાંથી ફટાફટ નીકળી ગઈ હતી થોડા દિવસ પછી એને સ્વરક્ષા અંગે વિચાર આવ્યો અને મજબૂત મન બનાવી કરાટે શીખવાનું મન બનાવી લીધું. પાંચ વર્ષ સખત મહેનત કરી પિન્કીએ બ્લેક બેલ્ટ હાંસલ કરી લીધો. અત્યાર સુધીમાં પિન્કીને કરાટેમાં એક ગોલ્ડ એક સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે પિંકીનું કહેવું છે કે તે પોતાની સાથે સાથે અન્ય મહિલાઓની પણ હવે રક્ષા કરી શકે છે.આજે પિંકી મોદી 47 વર્ષની હોવા છતાં ભલભલા ને ઉઠાવી ને પટકી શકે છે.જે ઉંમરે મહિલાઓ માં બીમારી ઘર કરી જાય છે અને દવાઓ લેવાની નોબત આવી જાય છે એ ઉંમરે પિન્કી મોદીએ બીજાના હાડકા તોડવાની તાકાત મેળવી લીધી છે. 

પિંકી મોદીએ જણાવ્યું કે કે જ્યારે તેને બ્લેક બેલ્ટ મળ્યો ત્યારે તેમનો આત્મવિશ્વાસ પણ વધી ગયો તેમની સાથે વિવિધ વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી અને પિન્કી એક માત્ર 47 વર્ષની મહિલા હતી.જ્યારે પ્રથમવાર કરાટે શીખવા માટે પિંકી મોદી કરાટે ક્લાસ ગઈ હતી ત્યારે તેમના ઇન્સ્ટ્રક્ટર પણ ચોંકી ગયા હતા ઇન્સ્ટ્રક્ટર ને લાગતુ હતુ કે તેઓ પોતાના બાળકોને કરાટે શીખવવા માટે ક્લાસીસમાં હશે પરંતુ પિંકી મોદીનો ઉત્સાહ જોઈ તેઓ પણ તેમને શીખવાડવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા. પિંકી માત્ર કરાટે જ નહીં ટાઇકોન્ડો, જુડો અને માર્શલ આર્ટ શીખી રહી છે.

Conclusion:કોઈએ સાચુ કહ્યુ છે કે શીખવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી... શીખવા માટે ઉત્સાહ અને જુસ્સો હોવો જોઈએ.જીવનમાં એક એવી કોઇ ઘટના બને છે જે વ્યક્તિને નહી સમગ્ર જીવનને બદલી નાખે છે અને આ સુરત ની પિંકી મોદીએ સાબિત કર્યું છે.જે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત દાખલો બન્યો છે.

બાઈટ : પિંકી મોદી( બ્લેક બેલ્ટ)

બાઈટ : વિસપી કાસટ (ટ્રેનર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.