- ધામરોડ નજીકથી ગેરકાયદેસર ગુટકા, તમાકુનો જથ્થો ઝડપાયો
- વાપીથી અમદાવાદ જઈ રહ્યો હતો જથ્થો
- પોલીસે કુલ 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત: કોસંબા પોલીસે બાતમી ના આધારે ધામરોડ ગામ નજીકથી કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે ભરેલી ગુટકા, તમાકુનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિમાંશુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર ગુટકા, તમાકુનો મોટો જથ્થો એક કન્ટેનરમાં વાપીથી અમદાવાદ જઇ રહ્યું છે અને હાલ ધામરોડ ખાતે આવેલી રામદેવ હોટલમાં ચાલક હોલ્ડ કરવા ઉભો છે.
12 લાખથી વધુની ગુટકા અને 3 લાખથી વધુની તમાકુ મળી આવી
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રામદેવ હોટલમાં તપાસ કરતા હોટલના કમ્પાઉન્ડમાં બાતમીવાળું કન્ટેનર મળી આવ્યું હતું.,પોલીસે કન્ટેનરમાં ચેક કરતા તેમાંથી પોલીસને 12,48,480 રૂપિયાની કિંમતની ગુટકા અને 3,12,120 રૂપિયાની કિંમતની તમાકુ મળી આવી હતી. પોલીસે કન્ટેનર ચાલક હરિરામ રેવા રામ મેઘવાલની અટકાયત કરી કન્ટેનર, તમાકુ, ગુટકા, રોકડ મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગુટકા અને તમાકુના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લંબાવાયો
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર અત્યારે પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્દઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું પ્રતિબંધિત
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું પ્રતિબંધિત છે.
વધુ વાંચો: કરજણમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને કરવો પડ્યો હાલાકીનો સામનો, વરસતા વરસાદમાં કરાઇ અંતિમ ક્રિયા
વધુ વાંચો: વિજય રૂપાણીએ ચણાકામાં તેમના કુળદેવીના દર્શન કરી સામાન્ય ચૂંટણીમાં ભાજપના સારા દેખાવની કરી પ્રાર્થના