ETV Bharat / state

સુરતઃ કડોદરા પોલીસે ત્રણ બુટલેગરોને પાસા હેઠળ અલગ-અલગ જેલમાં મોકલ્યા - જિલ્લા કલેકટર ધવલ પટેલ

સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તેમના વિસ્તારના ત્રણ માથાભારે બુટલેગરોને અલગ-અલગ જેલમાં પાસા હેઠળ મોકલી આપ્યા હતા.

કડોદરા પોલીસે બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા

author img

By

Published : Dec 20, 2020, 8:12 PM IST

Updated : Dec 20, 2020, 8:25 PM IST

  • કડોદરા પોલીસે ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા
  • ત્રણેયને અલગ- અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા
  • કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કરવામાં આવી કાર્યવાહી

સુરતઃ જિલ્લામાં બારડોલીના કડોદરા પોલીસ મથક વિસ્તારના ત્રણ માથાભારે બુટલેગરોને પાસા હેઠળ અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરના આદેશ બાદ ત્રણેયની અટક કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકોના જાનમાલની રક્ષા તેમજ જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા માટે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

કડોદરા પોલીસે બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા
કડોદરા પોલીસે બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા

જિલ્લા કલેકટર સમક્ષ પાસા માટે દરખાસ્ત કરવામાં આવી હતી

જેના ભાગ રૂપે લિસ્ટેડ બુટલેગર અને માથાભારે ઈસમ ભરત દેવરાજ મિશ્રા, ઠાકોર દિનેશ રાઠોડ અને કેવલ હિરેન દેસાઈને પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. જે દરખાસ્ત પર કલેક્ટરે ત્રણેયને પાસા હેઠળ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

ભરત નામનો બુટલેગર રાયોટિંગ અને દારૂના ગુનામાં પકડાયો હતો

ભરત ગત તા. 22/04ના રોજ કડોદરા સત્યમ નગર ખાતે તેના સાગરીતો સાથે મળીને રાયોટિંગના ગુનામાં તથા 2018માં દારૂના ગુનામાં ધરપકડ થતા તેને ક્રુર વ્યક્તિ અને સમાજ માટે ભયજનક વ્યક્તિ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો.

ઠાકોર રાઠોડ સામે દારૂના આઠ ગુના

જ્યારે લિસ્ટેડ બુટલેગર ઠાકોર દિનેશ રાઠોડને વર્ષ 2018માં દારૂના પાંચ કેસ, 2019માં 2 કેસ અને 2020માં તાપી જિલ્લાના સોનગઢમાં દારૂનો ગુનો નોંધાયો હતો. જેને દારૂનો ધંધો કરનારા બુટલેગર વ્યક્તિ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો.

કેવલ દેસાઈએ વાંકાનેડાના ઉપસરપંચ સામે રિવોલ્વર ટાંકી હતી

લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાના સાગરીત કેવલ હિરેન દેસાઈનો ચાલુ વર્ષમાં વાંકાનેડા ઉપસરપંચ ઉપર રિવોલ્વર કાઢીને જાનથી મારી નાખવાની કોશિશ કરી તેમજ હોમગાર્ડ જવાન સાથે પણ ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. તેને પણ ક્રૂર વ્યક્તિ અને સમાજ માટે ભયજનક વ્યક્તિ તરીકે નિર્દિષ્ટ કર્યો હતો.

રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલાયા

ત્રણેયની પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર ધવલ પટેલને મોકલવામાં આવી હતી. જે અંગે બુટલેગર ઠાકોર દીનેશ રાઠોડને રાજકોટ મધ્યસ્થ જેલ, ભરત દેવરાજ મિશ્રાને વડોદરા મધ્યસ્થ જેલ અને કેવલ હિરેન દેસાઈને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યા હતા.

Last Updated : Dec 20, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.