ETV Bharat / state

કડોદરા પોલીસે વાંકનેડા ગામની સીમમાંથી 7 જુગારીની કરી ધરપકડ - CRIME NEWS

પલસાણા તાલુકાનાં વાંકનેડા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે ત્યાં છાપો માર્યો હતો. જેમાં પોલીસે સ્થળ પર જુગાર રમી રહેલા 7 આરોપીને પકડી લઈ તેમની પાસેથી 79 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કડોદરા પોલીસે વાંકનેડા ગામની સીમમાંથી 7 જુગારીની કરી ધરપકડ

author img

By

Published : Dec 10, 2020, 4:38 PM IST

  • બાતમીના આધારે પોલીસે છાપો માર્યો
  • કુલ 79 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે
  • પોલીસને જોતાં જ જુગારીઓમાં ભાગદોડ મચી

બારડોલી : સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાંકાનેડા ગામની સીમમાં જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ ફોન તેમજ બે મોટર સાયકલ મળી કુલ 79 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બાતમીના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ કડોદરા GIDC પોલીસની ટીમ બુધવારે સાંજે પેટ્રોલિંગમાં હતી. તે સમય ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં પાટીચાલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસે સ્થળ પહોંચી છાપો માર્યો હતો.

પોલીસે સ્થળ પરથી 79 હજાર 410 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસને જોતાં જ તીન પત્તી પર જુગાર રમી રહેલા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર જુગાર રમી રહેલા સાત શખ્સો નિર્દોશભાઇ મનહરભાઇ છીબાભાઇ રાઠોડ, કિશનભાઇ રાકેશભાઇ ઠાકોરભાઇ પટેલ,જીતેંદ્રભાઇ કુષ્ણદાસ શંકરભાઇ મિસ્ત્રી, દતુભાઇ પ્રકાશભાઇ ચંન્દ્રકાંત પાટીલ, દિનેશભાઇ શાંતીલાલ લાભચંદભાઇ શાહ, દયારામભાઇ કાશીરામભાઇ વિષ્ણુ મિસ્ત્રી, પોપટભાઇ નથ્થુભાઇ ગણપતભાઇ હીરેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂ. 6820, અંગજડતીના રૂ. 1590, મોબાઇલ ફોન 4 કિમત રૂ 16 હજાર, બે મોટર સાયકલ કિમત રૂ. 55 હજાર મળી કુલ 79 હજાર 410 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.