બારડોલી: પલસાણાના જોળવા ખાતે 11 વર્ષીય બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા (Jolva Rape With Murder Case) કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને આજે પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (Executive Magistrate Palsana) સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સાક્ષીઓ સમક્ષ તેની ઓળખ પરેડ કરવામાં આવી હતી.
પોલીસ CCTV ફૂટેજ મેળવી રહી છે
કોવિડ રિપોર્ટ આવ્યા બાદ આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સાક્ષીઓના નિવેદનો લેવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મજબૂત પુરાવા ઊભા કરવા માટે પોલીસ અલગ-અલગ જગ્યાના CCTV ફૂટેજ મેળવી રહી છે.
અન્ય શકમંદની પૂછપરછ ચાલી રહી છે
પોલીસ દ્વારા અન્ય એક આરોપી કાળુરામ ઉર્ફે જાનકી પ્રસાદ પટેલની પણ અટકાયત (Crime In Surat) કરવામાં આવી છે. જો કે તેની ભૂમિકા બાબતે હજી તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપી દયાચંદ બાળકીને મૂકીને તાળું લેવા ગયો ત્યારે કાલુરામ ત્યાં દેખરેખ માટે ઊભો રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મંગળવારના રોજ માત્ર મુખ્ય આરોપી દયાચંદને જ મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
બિહાર સમાજ દ્વારા ગૃહ રાજ્ય પ્રધાનને આવેદન
દુષ્કર્મ (Rape Cases In Surat) અને હત્યાનો ભોગ બનેલી 11 વર્ષીય બાળકીનો પરિવાર મૂળ બિહાર (Migrants In Surat)નો હોવાનું સામે આવતા વિસ્તારમાં બિહારના મૂળ નિવાસીઓ પણ સક્રિય થયા છે. વરેલી ખાતે આવેલા બિહાર સમાજ સેવા ટ્રસ્ટ (Bihar Samaj Seva Trust)ના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જોળવામાં 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યાના ગુનામાં શામેલ આરોપીઓને ઝડપથી પકડી તેમની સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવામાં આવે. તેમજ વિસ્તારમાં વધી રહેલી વસ્તીને જોતાં અહી એક અલગ પોલીસ મથક શરૂ કરવામાં આવે તેવી માંગ ગૃહ રાજ્ય પ્રધાન સમક્ષ કરવામાં આવી છે.
મોબાઇલમાં પોર્ન ફિલ્મ ડાઉનલોડ કરવાના વેપલા પર કાર્યવાહી કરવા માંગ
આ ગામડાઓમાં આવેલી મોબાઇલ ફોનની દુકાનોમાં ગેરકાયદેસર રીતે મોબાઇલમાં પોર્ન ફિલ્મ ડાઉનલોડ કરવાનો ધંધો ફૂલ્યોફાલ્યો હોઇ તેની સામે પણ કડક હાથે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ પ્રસંગે કડોદરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇ, કડોદરા નગર ભાજપ પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવ સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.