સુરત: ITI કરી ચૂકેલા ભેજાબાજે ડુપ્લિકેટ બોમ્બ બનાવી તેને જ્વેલર્સની દુકાનમાં મૂકી દીધો હતો. બાદમાં 700 ગ્રામ સોનાની ખંડણીની માંગ કરી હતી. શેર બજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આરોપીએ જ્વેલર્સના માલિકને બોમ્બથી તેની શોપ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્વેલર્સ શોપના માલિકે જ્યારે બેગમાં બૉમ્બ જેવી વસ્તુ જોઈ ત્યારે તે પણ ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે બૉમ્બ નકલી નીકળ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બે દિવસ બાદ ટાઇમરનો આવાજ આવતા: સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા નાકરાણી જ્વેલર્સની દુકાનમાં શુક્રવારે અજાણ્યા ઈસમ દ્વારા કાળા રંગની એક બેગ પાર્સલ તરીકે આપવામાં આવી હતી. પાર્સલમાંથી બે દિવસ બાદ ટાઇમરનો આવાજ આવતા જ્વેલર્સ શોપના માલિકે બેગની અંદર જોયું તો એક લાલ રંગના બૉમ્બ જેવી વસ્તુઓ દેખાતા તેને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રુમમાં જાણ કરી હતી. બોમ્બસ્ક્વોડ અને FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કોઈ અજાણ્ય સામે ડુબલીકેટ બોમ્બ બનાવીને આ પાર્સલમાં મૂક્યું હતું.
700 ગ્રામ સોનાની ખંડણીની માંગ: 12 એપ્રિલના રોજ આ ઘટના જ્યારે બની ત્યારે, આશરે ત્રણ વાગ્યે ઉત્રાણ વિસ્તારમાંથી મહિલા પાસેથી લૂંટી લેવાયેલ મોબાઇલ ફોનમાંથી જ્વેલર્સના માલિકને ફોન આવ્યો હતો અને તેને જણાવવામાં આવ્યું હતું કે, કાપોદ્રા ખાતે આવેલા તમારા નાકરાણી જ્વેલર્સમાં બોમ્બ મૂકી દેવામાં આવેલ છે. એટલું જ નહીં જ્વેલર્સ પાસેથી 700 ગ્રામ સોનાની ખંડણીની માંગ પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બોમ્બ સ્ક્વોડ સહિત FSLની ટીમ પણ પહોંચી ગઈ હતી. જો કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ કોઈ ટિખણખોરે ખંડણીની માંગણી કરવા માટે ડુબલીકેટ બોમ્બ મુક્યો છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરતા આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી ગઈ હતી.
આરોપીએ લગ્નની ખરીદી આજ દુકાનમાંથી કરી હતી: એડિશનલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલએ જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશ ભાલાળા અગાઉ ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો હતો. શેર બજારમાં લાખો રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું, જેમાં તેને નુકસાન થયું હતું. એક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે અને તેને આ જ નાકરાણી જ્વેલર્સમાંથી તે સમયે ખરીદી પણ કરી હતી. તે સમયે તેને વિચાર આવ્યો કે, અહીં સારો વેપાર ચાલે છે અને સહેલાઈથી માલિકને ડરાવીને લાખો રૂપિયાના ગોલ્ડ મેળવી શકાશે.
ગણતરીના કલાકોમાં ધરપકડ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપવા પહેલા તેને એક મહિલા પાસેથી મોબાઇલની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ તે જ મોબાઈલથી ખંડણીની માંગણી કરી હતી. જ્વેલર્સના માલિકને બૉમ્બથી ડરાવી અને ધમકાવી તેને 700 ગ્રામ સોનાની ખંડણીની માંગ કરી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરતા આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. શેર બજારમાં 50 લાખ રૂપિયાનું નુકસાન જતા તેને આ સમગ્ર કાવતરું રચ્યું હતું.
આ પણ વાંચો:
Ahmedabad Crime: મિત્ર સાથે મળી આંગડિયા કર્મીએ કરાવી 50 લાખની ચિલઝડપ, આ રીતે ઉકેલાયો ભેદ..