સુરત: બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મોડી સાંજે ઝરમરિયો વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ, વડોદરા, મોરબી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 20, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 20, 2023
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ઝરમરિયા વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. તેજ પ્રમાણે શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ,અમરોલી, નાના વરાછા,મોટા વરાછા, ઉધના લીંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ,વેસુ પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પસરી અને લોકોને ગરમી થઇ રાહત થઇ છે.
ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી: ઉપરવાસમાં વરસાદનો વિરામ છે. ત્યારે ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક ઘટી છે. તે સાથે સુરતના કોઝવેની સપાટી 5.76 મીટર છે. જે ભયજનક નીચે આવતાં કોઝવે પર સાફસફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શનિવારથી કોઝવેનો વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
શહેરમાં વાદળછાયું વાતાવરણ: અત્યાર સુધીમાં સમગ્ર સુરત શહેરમાં 15 મીમી જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગના પાસેથી મળતી માહિતી અનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ 26.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 77 ટકા નોંધાયું હતું. વેસ્ટ-સાઉથ-વેસ્ટ 8 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. તેની સાથે જ શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું અને મોડી સાંજે ઝરમરિયા બાદ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે.