ETV Bharat / state

1.71 કરોડની ઓનલાઈન ઠગાઈના કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ - નેટ બેન્કિંગ

સુરતના યુનિક કન્સ્ટ્રકશનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 1.71 કરોડ રૂપિયાની ઓનલાઈન ઠગાઈના કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો સુરત સાયબર ક્રાઈમની ટીમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમની ટીમે બે નાઇજિરિયન સહિત 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં કોમ્પ્યુટર હેક કરી મેલ આઇડી અથવા નેટબેન્કિંગ પાસવર્ડ ચોરી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.

international
1.71 કરોડની ઓનલાઈન ઠગાઈના કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ
author img

By

Published : Sep 3, 2020, 6:50 PM IST

Updated : Sep 3, 2020, 7:58 PM IST

સુરત: કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરીને અથવા ઇ મેલ આઈડી, નેટ બેંકિંગના પાસવર્ડની ચોરી કરી કરોડોનું ઓનલાઇન ફ્રોડ કરનારા બે નાઇજિરિયન સહિત પાંચની ટોળકીને સુરત સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે. મહિના અગાઉ કંપનીના એક બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સો દ્વારા 1.71 કરોડની ઓનલાઇન ઉચાપત કરવામાં આવી હતી. યુનિક કન્સ્ટ્રક્શન કંપનીના બેંક એકાઉન્ટમાંથી 1.71 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત સાઇબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી.

1.71 કરોડની ઓનલાઈન ઠગાઈના કેસમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ

સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા સ્થિત યુનિટ કન્સ્ટ્રક્શન કંપની બેંક ઓફ બરોડાની શાખાના કરંટ બેન્ક એકાઉન્ટ અને કેસ ક્રેડિટ બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરી કંપનીના બંને એકાઉન્ટમાંથી NIFT અને RTGSથી રૂપિયા 1.71 કરોડ અજાણ્યા શખ્સો દ્વારા ઓનલાઇન અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાતા સુરત સાયબર ક્રાઈમને આ સમગ્ર કેસમાં કોઈક મોટા હેકર કે, સાયબર ક્રિમિનલ્સ દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત થઈ હતી. આખરે સાયબર ક્રાઈમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી હતી.

આરોપીઓની પૂછપરછમાં ટોળકી કમ્પ્યુટર હેક કરીને કે, ઇ મેલ નેટ બેંકિંગના પાસવર્ડની ચોરી કરી તે મેલ આઈડીથી જે તે કંપનીના બેંક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બંધ કરવા મોબાઈલ કંપનીને મેલ કરતી હતી. આ રીતે કંપની કે વ્યક્તિનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર મેળવી તેઓ અલગ અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. સાઇબર ક્રાઇમે નાઈજિરિયન સહિત પાંચ આરોપીઓને પકડી પાડી તેઓ પાસેથી 10 મોબાઈલ રોકડા રૂપિયા 5.90 લાખ બેંકના ડેબિટ કાર્ડ, ચેકબુક સહિત પાસપોર્ટ વગેરે જપ્ત કર્યા છે.

આ કેસમાં ઓનલાઇ છેતરપિંડીમાં નાઈજિરિયન બંને શખ્સોએ ઓનલાઈન નાણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા બાદ નાણા ઉપાડવાથી લઈ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી સિસ્ટમેટિક ચેન ગોઠવી હતી. સાઇબર ક્રાઇમે કરેલી તપાસમાં યુનિક કન્સ્ટ્રકશનના 1.71 કરોડ નેટ બેન્કિંગથી બિહાર, પશ્ચિમ બંગાળ અને યુપીના 11 એકાઉન્ટમાં જમા થયા હતા. જે પૈકીના ત્રણ એકાઉન્ટમાંથી સુરતના વિકાસ સોલંકી બે એકાઉન્ટમાં 18 લાખ જમા થયા હતા, પોલીસે વિકાસની પૂછપરછ કરી હતી, જેમાં તેને ન્યૂઝપેપરમાં 30 થી 35,000 કમાવવાની જાહેરાત વાંચી તેમાં આપેલા નંબર પર કોલ કરતા આઇ.સી.આઇ.સી.આઇ.બેન્કમાં એક સેવીગ્સ અને એક કરંટ એકાઉન્ટ ખોલાવવા કહેવામાં આવ્યું હતું. જે એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમાં જમા થયેલી રકમ નેવિલ, રાકેશ અને ઇમરાન મુંબઈ સ્થિત એટીએમમાંથી ઉપાડી લીધી હતી. જેથી પોલીસે નેવિલ અને રાકેશને પકડી પાડયા હતા અને તેઓની પૂછપરછ બાદ મુંબઇથી ઇમરાનને પણ દબોચી લેવામાં આવ્યો હતો. ઇમરાન બંને નાઇજીરિયનોને અલગ-અલગ વ્યક્તિના બેંક એકાઉન્ટની ડિટેલ્સ આપતો હતો અને નાઇજીરીયનો ઓનલાઇન ફ્રોડ કરી તે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા.. નેવિલ અને રાકેશ પાસે નાના વિડ્રોલ કરી નાઇજિરિયનોને પહોંચાડતા હતા.

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, સાયબર માફિયા નાઇજીરીયન આ ચેનમાં મદદગારી કરનારા એજન્ટોની જેવી ભૂમિકા તેવું કમીશન આપવામાં આવતું હતું. નેવિલ શુક્લા ગુજરાતમાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર આપવા માટેના એજન્ટ તરીકે તેમજ બેંકમાંથી નાના ઉપાડી ઇમરાન કાઝીને સોંપવાનું કામ કરતો હતો. જેનું તેને બે થી પાંચ ટકા કમીશન મળતું હતું. રાકેશ માલવયા પણ એજન્ટ કમ ફિલ્ડનું કામ સંભાળતો હતો. મુંબઈમાં એકાઉન્ટ હોલ્ડર્સને રહેવા જમવાની કે, બેન્ક એટીએમ સુધી લઈ જવા માટે ગાડીની સુવિધા પણ પૂરી પાડતો હતો. જેનું તેને એક ટકા કમીશન મળતું હતું. જ્યારે ઇમરાન બંને નાઇજીરિયનના સંપર્કમાં રહેતો હતો. અલગ-અલગ એજન્ટો પાસેથી લીધેલા બેંક એકાઉન્ટની માહિતી પૂરી પાડી તે એકાઉન્ટમાં પેમેન્ટ કરાવવાની તેની ભૂમિકા મુખ્ય હતી. જેનું તેને દસ ટકા કમીશન પણ મળતું હતું.

આરોપીઓમાં રાજકોટનો નેવિલ અશોક શુક્લા, કતાર ગામનો રાકેશ પરબત માલવયા, મહારાષ્ટ્રનો ઇમરાન ઈબ્રાહીમ કાજી, મુંબઈના મીરા રોડનો રહેવાસી અને મૂળ લાગોસ સ્ટેટ નાઇજીરીયાનો રફેલ અડેડયો અને અન્ય એક નાઇજીરીયન યુવક કેલ્વિન ફેબિયાન ઓઝોમબેચીનો સમાવેશ થાય છે. આરોપીઓના ગુનાહિત ઈતિહાસ પર નજર કરવામાં આવે તો નેવિલ શુક્લા ભાવનગર ખાતે બોગસ બિલિંગના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. તેમજ સુરતમાં વાહનચોરી અને રાજકોટમાં ચોરી ચીલઝડપના ગુનામાં પણ સામેલ છે. જ્યારે રાકેશ માલવયા ગુજરાત બીજ નિગમમાં બોગસ ચેક જમા કરાવવાના કેસમાં એક વર્ષ જેલની સજા ભોગવી ચૂક્યો છે. આ સાથે મુંબઈ અને હૈદરાબાદમાં છેતરપિંડીના કેસમાં પણ જેલવાસ ભોગવી ચૂંક્યો છે. ઇમરાન કાજી વડોદરામાં નોકરીના બહાને ફ્રોડમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે મુંબઈમાં પણ ચિટિંગના બે ગુનામાં તેની ધરપકડ થઈ ચૂકી છે.

સુરત સાઇબર ક્રાઇમની ટીમે આ આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. ભૂતકાળમાં પણ સુરતમાં આવા અસંખ્ય કેસો નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ કેસોમાં પણ આરોપીઓની સંડોવણી છે કે, કેમ અથવા અન્ય આવા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે કે, કેમ તે અંગેની તપાસ હાલ સુરત સાયબર ક્રાઇમની ટીમે હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.

Last Updated : Sep 3, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.