સુરત શહેરના કાપોદ્રાના અલગ-અલગ વિસ્તારોમાંથી ગેસના બાટલા ચોરી(Stolen gas bottles) થવાની ઘટના સામે આવી રહી હતી. જેને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવી હતી. આખરે આ ગેસ બાટલાની ચોરી કરનાર ઈસમ પોલીસના શકજામાં આવી ગયો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેસના બાટલાના ભાવ ખૂબ વધુ હોવાને કારણે ચોરી કરનાર ઈસમ આ ટેકનીક અપનાવી હોય તેમ કહી શકાય છે.
બાટલા ચોરની ઘટના સુરત શહેરમાં બાટલા ચોરની ઘટના સામે આવી છે. જી હા બાટલા ચોરીની ઘટના સામાન્ય રીતે જોવા જઈએ તો ચોરી કરનાર લોકો ઘરના ઘરેણા, પૈસા, મોટરસાયકલ કાંતો પછી મોબાઈલ પર્સની ચોરી કરતા હોય છે. પરંતુ સુરતમાં ગેસના બાટલાની ચોરીની ઘટનાઓ સામે આવી છે. હા એમ માની શકાય છે કે, હાલ ગેસના બાટલાના ભાવ ખૂબ વધુ હોવાને કારણે ચોરી કરનાર ઈસમ આ ટેકનીક અપનાવી હોય તેમ કહી શકાય છે. આ યુવક પાસેથી પોલીસે ગેસના બાટલાના પુરાવા માંગતા પુરાવો ન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
એક યુવકની ધરપકડ સુરતમાં મોહધા ગેસના બાટલાની ચોરીની ઘટનાઓ (Stolen gas bottles)સામે આવી રહી છે. શહેરના કાપોદ્રાના અલગ-અલગ વિસ્તારોમાંથી ગેસ ના બાટલા ચોરી થવાની ઘટના સામે આવી રહી હતી. જેને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી પોલીસે ગેસના બાટલાના પુરાવા માંગતા પુરાવો ન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ચોરી કરતા સમયે જે મોટર સાયકલનો ઉપયોગ કરતો હતો. તે મોટર સાયકલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આમ પોલીસે 25 ગેસની બોટલ અને મોટર સાયકલ કુલ મળીને 88,500ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી છે.
બંધ મકાનના દરવાજાની ચાવી આરોપી બપોરે તેમજ રાત્રિના સમયે બંધ મકાનના દરવાજા ચાવી વડે ખોલી ઘરની અંદરથી ગેસના બાટલાની ચોરી કરતો હતો. કાપોદ્રા વિસ્તારમાં દિવસ અને રાત્રે દરમિયાન બંધ ઘરોમાં ડુબલીકેટ ચાવીથી તાળુખોલી ઘરમાં પ્રવેશ કરી ગેસના બાટલાની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં મળી હતી.
વધુ તપાસ જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના(Kapodra Police Station) પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી તથા તેમના સર્વલેન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જી. ડાયરા તથા સ્ટાફના કર્મચારીઓ બાતમીદારો અને CCTV ફૂટે જ ના આધારે આરોપી રાજુ ઉકા પરમાર મૂળ રહે મનન નગર સોસાયટી પાસે ચીકુવાડી રહે તેઓ મૂળ રાજુલા ગામના છે. તેમને CCTV ફૂટે જના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી કુલ 25 જેટલાં ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.