ભારતની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 130 રન કર્યાં હતા. ભારત તરફથી હરમનપ્રીત કૌરે 43 રન કર્યાં હતા. સ્મૃતિ મંધાનાએ 21 રન બનાવી આઉટ થઈ હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 119 રને ઓલઆઉટ થઈ હતી.
દિપ્તી શર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. શીખા પાંડે અને રાધા યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ટોસ જીતી દક્ષિણ આફ્રિકાએ ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. દિપ્તી શર્માને શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ બની હતી.
નોંધનીય છે કે, 15 વર્ષીય શેફાલી વર્માએ આજની મેચમાં ડેબ્યૂ કર્યું હતું. શેફાલી વર્મા 0 રને આઉટ થઈ હતી. 5 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.