- સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી કિરીટ વસાવાએ કોંગ્રેસને છોડી દીધું
- મંત્રી ગણપત વસાવાને હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
- પિતા ગત ટર્મમાં ગણપત વસાવા સામે ચૂંટણી લડ્યા હતા
સુરત : એક સમયે કોંગ્રેસ (congress)નો ગઢ ગણાતો ઉમરપાડા તાલુકા (Umarpada taluka)માં અત્યારે કોંગ્રેસમાં ગણ્યા ગાંઠ્યા નેતા જ રહ્યા છે. ખાલી નામના રહેલા નેતાઓને પણ ભાજપ ધીમે-ધીમે પોતાના પક્ષમાં લઈ રહ્યું છે. ત્યારે આજરોજ વધુ એકવાર કોંગ્રેસમાં ભંગાણ થયું હતું.
આ પણ વાંચો : ડાંગના સુબીર વિસ્તારમાં 200 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાં
ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે ભાજપમાં જોડાયા હતા
ગત ટર્મમાં સરકારના મંત્રી ગણપત વસાવાની સામે કોંગ્રેસ (congress) પક્ષમાંથી ટિકિટ લઈને મેદાને પડેલા નારસિંગ વસાવાના દીકરા અને સુરત જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કિરીટ નારસિંગ વસાવા સરકારના કેબિનેટ મંત્રી અને માંગરોળ-ઉમરપાડાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો : મહાનગરપાલિકાના પરિણામ બાદ નવસારીમાં 50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
આગામી દિવસોમાં નારસિંગ વસાવા પણ ભાજપમાં જોડાઈ શકે
તેમની સાથે તેમના ભાઈ સ્નેહલ વસાવા પણ જોડાયા હતા. બન્ને દીકરાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે આગામી દિવસોમાં ગત ટર્મમાં ગણપત વસાવા સામે ચૂંટણી લડનાર નારસિંગ વસાવા પણ કોંગ્રેસ (congress) છોડી ભાજપમાં જોડાઈ શકે છે.