ETV Bharat / state

તાતીથૈયા તેમજ સાયણમાં ફરી પરપ્રાંતિય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, અનાજની માગ કરી

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે લોકડાઉન-3 દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી પરપ્રાંતિય વસ્તી ધરાવતા અનેક વિસ્તારમાં હવે પરપ્રાંતિયોને ખાવાના ફાફા પડી રહ્યા છે. જે કારણે ભૂખથી અકળાયેલી 500થી વધુ મહિલાઓ ગ્રામ પંચાયત ખાતે અનાજની માગને લઇ હોબાળો મચાવ્યો હતો.

author img

By

Published : May 11, 2020, 3:28 PM IST

Tatithaya
તાતીથૈયા

સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સોનિપાર્ક-1 અને 2 સહિતના આજુબાજુના વિસ્તારમાં લોકડાઉન-3 દરમિયાન હવે પરપ્રાંતિયો પાસેનું અનાજ અને રોકડ રકમ પૂરી થતાં જમવાની તકલીફ પડી રહી છે.

આ વિસ્તારમાં કોરોનાને લઈ શરૂ થયેલા લોકડાઉન દરમિયાન આજદિન સુધી સ્થાનિક રાજકીય નેતા કે સરકારી તંત્રએ સહાય આપી નથી. કેટલાક ઔદ્યોગિક એકમો અને સ્થાનિક પરપ્રાંતિય આગેવાનોએ પોતાના પ્રયાસથી વિસ્તારમાં ભંડારા ચલાવ્યા હતા. પરંતુ તેમને સ્થાનિક કક્ષાએ કોઈપણ પ્રકારની સહાય મળી ન હતી.

હવે આ વિસ્તારમાં રાજકીય કે અન્ય પ્રકારની કોઈ સહાય મળી ન હોવાથી પરપ્રાંતિયોને અગવડ પડી રહી છે. અનાજ માટે મહિલાની લાચારી જોઈ કરૂણ સ્થિતિ ઊભી થઈ છે. સહાય ન મળતા મહિલાઓનું મોટું ટોળું ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યું હતું.

પલસાણાના કડોદરા, વરેલી, જોળવા, તાતીથૈયા સહિતના વિસ્તારની મોટાભાગની મદદ કડોદરાના રાજકીય નેતા પોતાના મતના રાજકારણમાં ખર્ચી નાંખી છે. જેના પરિણામે હવે સ્થિતિ કપરી બની છે. ત્યારે હાલના તબક્કે ફરી એકવાર કડોદરા પોલીસ સ્ટાફના માણસો સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતી કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. હમણાં ગ્રામપંચાયતે જરૂરિયાતમંદની યાદી તૈયાર કરી પલસાણા મામલતદાર ઓફિસમાં આપી છે.

બીજી તરફ ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં પણ પરપ્રાંતિયોની હાલત કફોડી બની છે. સાયણમાં મોટી સંખ્યામાં ઓડિસાવાસીઓએ વતન જવા માટે ટ્રેન મુકવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વતન જવાની માંગ સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકોએ સાયણ પોલીસ ચોકી પર હોબાળો મચાવ્યો હતો.

લોકડાઉનમાં શ્રમિકોની હાલત હવે બદ્થી બદતર થઈ રહી છે. તેઓને ભરપેટ જમવાનું પણ મળી રહ્યું નથી. એક તરફ ઓલપાડના ધારાસભ્ય શ્રમિકોને પૂરતું જમવાનું મળી રહ્યું છે. તેવો બાંગ પોકારી રહ્યા છે, સ્થાનિક નેતાઓ પણ શ્રમિકો પર રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, જો આ પરપ્રાંતિય શ્રમિકોને પૂરતું જમવાનું મળી રહ્યું છે. તો તેઓ કેમ વતન જવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે??

સુરત જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેઓને સમજાવી અને આશ્વાસન આપી પરત કર્યા હતા. જે બાદ મામલો શાંત પાડ્યો હતો. હવે સ્થાનિક તંત્ર અને નેતાઓ આ શ્રમિકો માટે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.