સુરત : જિલ્લામાં આરોગ્ય વિભાગની ટિમને NCR રજીટ્રેશન કર્મચારીઓ સમજી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટના હચમચાવી દેનાર છે. જ્યાં એક તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સામે દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટના ચિંતાનો વિષય છે.
પુનાગામ વિસ્તારમાં આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી ખાતે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ શનિવારે સવારે કોરોના સંદર્ભે સર્વેની કામગીરી કરવા ગઈ હતી. તે દરમિયાન સ્થાનિક ટોળાએ તેમણે NCR નોધણીના કર્મચારીઓ સમજી બેઠા હતા અને ત્યારબાદ જે ઘટના બની છે તે હચમચાવી દેનાર છે. આ ટોળાએ પાલિકા અધિકારીના મોઢા પર લગાવવામાં આવેલા માસ્કને પહેલા ખેંચી લીધા હતા અને ત્યારબાદ તેમના મોઢા ઉપર થૂક્યા હતા. આટલી હદ વટાવી ચૂક્યા છતા પણ આરોગ્ય અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરી તેમણે કેરીસીનથી સળગાવી દેવાની ધમકી આપી હતી.
ક્લસ્ટર વિસ્તાર હોવા છતાં અહીં ટોળા દ્વારા અધિકારી પર થૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ ટોળાએ અધિકારીને ઘેરી લીધા હતા. ક્લસ્ટર વિસ્તાર હોવા છતા ટોળામાં સામેલ ચાર મહિલા સહિત છ લોકોએ પાલિકાની ટીમને સંક્રમિત કરવા પૂર્વ ઈરાદાથી થૂકવા માંડ્યા હતા. જ્યા ઘટના અંગે પાલિકા અધિકારી ધર્મેન્દ્ર નરેન્દ્રભાઈ જોશી દ્વારા પુણા પોલીસ મથકમાં આખરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ આરોપી સિરાજ શેખ, સલીમ શેખ, ફરીદાબી શેખ, ઝૂલેખા પઠાણ, શબાનાબી શાહ, હુસેનાબી શેખ મળી ફુલ ચાર મહિલા સહિત બે ઈસમો સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસે આ ઘટનામાં સામેલ અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.
કોરોનાની મહામારી વચ્ચે દેશના કોરોના વોરિયર્સ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પોતાના પરિવારની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. ત્યારે પુણા પોલીસ મથક વિસ્તારમાં આવા વોરિયર્સ સાથે બનેલી ઘટના સુરત માટે ખૂબ જ શરમજનક બાબત સામે આવી છે. હલકી કક્ષાની વિચારધારા રાખનારા અને વોરિયર્સ પર આ પ્રમાણે હુમલા કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી પણ જરૂરી બને છે.