સુરતમાં: માતા-પિતાની બેદરકારી ભોગવાનો વારો ઘણી વાર બાળકોને આવતો હોય છે. જેના કારણે બાળકને હેરાન થવું પડતું હોય છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતા માતા-પિતા ભાન ભૂલી જતા હોય છે.ફરી એક વખતે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.બાળકીએ રમતારમતા એસિડ પી લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવામાં આવી હતી.
એક આખી ટીમ કામે: શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મજીદ પાસે એક શ્રમજી પરિવારની એક વર્ષની દીકરી રમી રહી હતી. તેની માતા રસોઈ બનાવી રહી હતી. ત્યારે જ બાળકી રમતારમતા બાથરૂમ પાસે પોહ્ચી હતી. બાળકીએ ત્યાં એસિડનો બોટલ મોં નાખી રડવા લાગી હતી. માતાએ જોતા જ તેને તરત ઓટો રીક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી.જ્યાં બાળકીની સારવાર માટે ડૉક્ટરોની એક આખી ટીમ કામે લાગી ગઈ છે. હાલ બાળકીની તબિયત ખુબ સિરિયસ છે તેવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો
ખુબ સિરિયસ: બહારથી જ મૉટે મૉટે થી બૂમો પડતી રડવા લાગી હતી કે મારી દીકરીએ એસિડ પી લીધું છે. જેથી અમે પણ દીકરીને તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી. આ દીકરી એક વર્ષની છે. તેનું નામ અમીના શહીદ મન્સૂરી છે. તેની માતાનું નામ નઝમા મન્સૂરી છે. જેઓ જણાવ્યું હતુંકે, તેઓ રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે જ તેમની દીકરી રમતીરમતી બાથરૂમ પાસે પોહચી ગઈ હતી. ત્યાં પડી રહેલું એસિડ પી લેતા રડવા લાગી હતી. હાલ તો અમારી એક અલગ ડૉક્ટરની ટીમ આ બાળકી પાછળ લગાવી દેવામાં આવ્યું છે-- ડો. શીતલ
આ પણ વાંચો Surat Crime : વડોદરાથી સુરતમાં મંદિરોમાં હાથ ફેરો કરીને ફરાર થતાં શખ્સો ઝડપાયા
બાળકી હોસ્પિટલમાં: બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.આ પેહલા પણ લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મજીદ પાસે જ બે વર્ષની બાળકી રમતારમતા પાણીના તબમાં ઉંધી વાળી જતા તેનું મોત થઇ ગયું હતું. ત્યારેબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું. જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છેકે, નાની નાની બાબતે પણ તેઓ પોતાના સંતાન નું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેઓ ઘરમાં એકલા રમતા હોય તો વારંવાર તેમની ઉપર ધ્યાન આપતાં રહેવું જોઈએ. હાલ આ બાળકી હોસ્પિટલમાં સારવારમાં છે.