ETV Bharat / state

સુરતમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો - તેના ખાડી

સુરતના ઓલપાડની સેના ખાડી, તેના ખાડી અને માંગરોળની કીમ નદીના ડ્રેજિંગ મામલે તપાસ કરાવી હતી. મૂળ સ્થિતિ અને વર્તમાન સ્થતિના રિપોર્ટ મંગાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે નાળા અને કાસની સફાઈની કામગીરી ધોરણસર કરવા માટે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા (former Leader of Opposition) દર્શન નાયકે (Darshan Nayak) જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો હતો.

પૂર્વ વિરોધ પક્ષના નેતા
author img

By

Published : Jun 6, 2021, 5:05 PM IST

  • 15થી 20મી જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થવાની આગાહી કરાઇ
  • પ્રિમોન્સૂન કામગીરીરૂપે નાળા અને કાસની સફાઈની કામગીરી કરવા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું
  • ડ્રેનેજ વિભાગ ખાડીની સફાઈ બાબતમાં ભૂતકાળમાં નિષ્ફળ રહ્યો

સુરત : ચોમાસુ હવે નજીક આવી રહ્યું છે. કેરળમાં તો વરસાદે દસ્તક દઈ દીધી છે. આગામી 15થી 20મી જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ક્યારેક વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય અને ગ્રામિણ વિસ્તારોમાં લોકોને જળ ભરાવવા, વોટરલોગિંગની સમસ્યા ન સર્જાય તે માટે પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે નાળા ખાડી અને કાસની સફાઈની કામગીરી ધોરણસર કરવા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા(former Leader of Opposition) દર્શન નાયકે (Darshan Nayak) સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું.

વર્ષાઋતુના આગમન પહેલા તંત્ર દ્વારા ખાડી, કાસ તથા નાળાની સફાઈ કરવામાં આવી

ઓલપાડની સેના ખાડી તેના ખાડી અને માંગરોળ અને ઓલપાડની કીમ નદી દર ચોમાસે જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો માટે મુશ્કેલીઓ સર્જતી આવી છે. તેની પાછળનું કારણ એ છે કે, ઉપરોક્ત બન્ને ખાડી અને નદીમાં ગંદકી, ગેરકાયદેસરનું દબાણ અને એનું સમયસર તંત્ર દ્વારા ખાડીનું ડ્રેજિંગ ન થતા સમસ્યા સર્જાય છે. ગુજરાતમાં ચોમાસુ હવે નજીકના દિવસોમાં આવી પહોંચશે. વર્ષાઋતુના આગમન પહેલા તંત્ર દ્વારા ખાડી, કાસ તથા નાળાની સફાઈ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્વ વિસ્તારમાં ભરાયા પાણી

ડ્રેનેજ વિભાગ ખાડીની સફાઈ બાબતમાં ભૂતકાળમાં પણ નિષ્ફળ રહ્યો

જિલ્લામાં ભૂતકાળમાં ભારે વરસાદ થતો રહ્યો છે, ત્યારે ખાડીઓ ઓવરફ્લો થતી ન હતી. કિનારાના ગામ કે ખેતરોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થતા ન હતા. પાણી સડસડાટ વહી જતું હતું. હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઇ છે. ઓલપાડની સેના ખાડી, તેના ખાડી, કીમ નદીમાં અનેક જગ્યાએ દબાણ ખાડી તેમજ નદીના મુખ સાકડા થવાને પગલે પ્રવાહ અવરોધક સમસ્યાને લઈને ખાડી ઓવરફ્લો થઇ ખેતરોમાં વહેવા લાગે છે. આ ઉપરાંત જિલ્લાનો ડ્રેનેજ વિભાગ ખાડીની સફાઈ બાબતમાં ભૂતકાળમાં પણ નિષ્ફળ રહ્યો છે અને કામગીરી કાગળ ઉપર બતાવી દેવાય છે.

ઓલપાડની સેના ખાડી સફાઈ મામલે પ્રતિવર્ષ વિવાદનું કેન્દ્ર

ખાડી ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થવાથી કરોડોના મહામૂલા પાકનું નુકસાન વેઠવું પડે છે અને અસરગ્રસ્તોને કેસ ડોલ તથા ખેડૂતોને કરોડો રૂપિયાનું પાક વળતર ચૂકવવાની વધારાની આર્થિક જવાબદારી સરકાર ઉપર આવી પડે છે. જણાવ્યું હતું કે, ઓલપાડની સેના ખાડી સફાઈ મામલે પ્રતિવર્ષ વિવાદનું કેન્દ્ર બની રહે છે. કામની ગુણવત્તામાં લોટ પાણીને લાકડાનો જ તાલ કરવામાં આવતો હોવાની વાત પણ સતત ચાલતી જ રહેતી હોય છે.

આ પણ વાંચો : વેરાવળમાં 1 દિવસના વરસાદમાં જ નગરપાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો

અધિકારીઓ ખેડૂત અને ઓલપાડ તાલુકાના નાગરિકોના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગ

જિલ્લામાં નાળા, ખાડી અને કાંસની સફાઈનું કામ ચાલતું હોવાનું કહેવાય છે. તંત્ર કહે છે કે, કામગીરીનો ધમધમાટ સારી રીતે ચાલી રહ્યો છે પરંતુ ઓલપાડની સેના ખાડીમાં પાણી ભરાઈ ઉભરાવાની સમસ્યા પ્રતિવર્ષ રહે છે. ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો સમય આવે છે અને જિલ્લામાં નાળા ખાડીના સફાઈ કામમાં ભ્રષ્ટાચારની રમતની ગંધ આવી રહી છે. જેથી જવાબદાર અધિકારીઓ સત્વરે ખેડૂત અને ઓલપાડ તાલુકાના નાગરિકોના હિતમાં તત્કાળ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.