સુરત : શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય રહ્યો ન હોય તેવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં 20 વર્ષીય રાજ પ્રજાપતિ નામના યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. ડિંડોલી વિસ્તાર ખાતે રહેતા અને શિવાજી પાર્ક નજીક સમોસા અને ચા ની લારી ચલાવનાર પ્રજાપતિ પરિવારના પુત્રની અસામાજિક તત્વોએ હત્યા કરી નાખી છે. આરોપ છે કે ચાર આરોપીઓએ રાજની હત્યા આ માટે કરી કારણ કે તેને ચોરીનો મોબાઇલ ખરીદવાની ના પાડી દીધી હતી.
બાર દિવસ પહેલાની આ ઘટના છે. કલમ 307 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલામાં રાજને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમા શુભમ, સુમીત, રાજ, સુભાષ અને અન્ય રાજ નામના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, આરોપીઓએ ચોરીના મોબાઈલ ખરીદવા માટે કહ્યું હતું પરંતું તેઓએ ના પાડી દીધી હતી. જેથી બન્ને વચ્ચે માથાકૂટ થતાં આરોપીઓએ ત્રણ થી ચાર લોકો ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - ભગીરથ ગઢવી, ડીસીપી
ચોરીનો મોબાઈલ ખરીદવા માટે દબાણ : શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. મોબાઇલ અને ચેઇન સ્નેચિંગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો સુરત પોલીસને પડકાર આપી રહ્યા છે. ચાર જેટલા આરોપીઓ ચોરીના મોબાઇલ વેચવા માટે સમોસાની લારી ચલાવનાર પાસે પહોંચ્યા હતા અને મોબાઈલ ખરીદવા માટે દબાણ કરી રહ્યા હતા. આ વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો અને અસામાજિક તત્વોએ તલવાર તેમજ ચપ્પુ વડે 20 વર્ષીય રાજ પ્રજાપતિ ઉપર હુમલો કરી દીધો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.