- સુરતમાં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં નગ્ન અવસ્થામાં થયેલ વાતચીત વાળો વિડીયો વાયરલ કરવાની ધમકી
- વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી
- 20 હજાર ચુકવ્યા છતા વિડીયો બહેનને મોકલાવવાની ધમકી આપી હતી
સુરતઃ સુરતના(Surat) ઉગત-ભેંસાણ રોડ પર મેડીકલ કોલેજે નજીક રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામમાં નગ્ન(Nude on Instagram) અવસ્થામાં થયેલી વાતચીતવાળો વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે રૂપિયાની માંગણી કરતા કંટાળીને આખરે યુવાને ગળાફાંસો(Surat a young man was strangled) ખાઇને જીવન ટુકાવ્યું છે. આત્મહત્યા કરનાર યુવાન 27 વર્ષીય હતો. આ યુવાન ઓનલાઇન શોપીંગ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. 30 ઓક્ટોબરના રોજ પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું
મૃતક યુવાનના ભાઈએ તેનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેનું વ્હોટ્સઅપ ચેક કર્યુ હતું. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર યુવાન સાથે નગ્ન અવસ્થામાં થયેલી વાતચીતનું રેકોર્ડીંગ પણ મળી આવ્યું હતું. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ઇન્સ્ટાગ્રામ આઇડીથી વિડીયો વાયરલ કરવાની ધમકી
મૃતક યુવાને કુલ રૂપિયા 20 હજાર ચુકવ્યા હતા. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી એટલું જ નહીં જો રૂપિયા નહીં મોકલાવે તો વિડીયો તેની બે બહેનને મોકલી આપવાની ધમકી આપી હતી. આખરે આ સમગ્ર મામલે સુરતના રાંદેર પોલીસ(Rander Police of Surat) મથકમાં ફરિયાદ નોંધાવી(cyber fraud) છે. તેમજ જે એકાઉન્ટમાં ઓનલાઇન રૂપિયા ચુકવ્યા તેના એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબરના આધારે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લામાં આગાહી વચ્ચે પડ્યાં કમોસમી વરસાદી ઝાપટાં